કાયદો@ગુજરાત: પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં ફેક દસ્તાવેજો કરાશે તો થશે 7 વર્ષની સજા

 
કાયદો

રહેશે.સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત દસ્તાવેજો અંગે સદર સુચનાઓનો અમલ તા.૦1/૦4/2024થી કરવાનો રહેશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં ફેક દસ્તાવેજો દ્વારા છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સરકારે પરિપત્ર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓને આ મામલે વધુ દરકાર રાખવા અને ખોટા દસ્તાવેજો સામે સાત વર્ષની સજાની જોગવાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સબ રજીસ્ટ્રારએ દસ્તાવેજ તૈયાર કરનારે બને પક્ષકાર ની ખરાઈ કરવાની રહશે, દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વકીલે પોતાનું  ફોર્મ જોડાવાનું રહેશે.

તેમજ દસ્તાવેજમાં મિલકતનું વર્ણન, દસ્તાવેજનો પ્રકાર, ખરીદ કિંમત,દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ સરનામું સહિત ખાતરી પૂર્વકની બાહેધરી લખી આપવાની રહેશે.મૂળ માલિકના બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હશે તો દસ્તાવેજ તૈયાર કરનાર વ્યક્તિ પણ જવાબદાર બનશે.રાજ્યમાં સબરજીસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં તાજેતરમાં મૂળ માલિકોને બદલે બેનામી વ્યક્તિઓને મિલ્કતનાં મૂળ માલિકો તરીકે રજુ કરી બોગસ દસ્તાવેજની નોંધણી થયાના કેસો પ્રકાશમાં આવ્યા છે.

આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલ્કતના મૂળ માલિકોને ન્યાયિક પ્રકીયાના નિવારણ માટે ખુબજ નાણાં અને સમયનો વ્યય થાય છે. જેથી બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સાઓ નિવારવા તેમજ નિર્દોષ વ્યકિતઓ આવા બોગસ વ્યવહારોના ભોગ ના બને તે સરકારે  નવો પરિપત્ર જાહેર કર્યો છે.