એપીપીની જગ્યા નહી ભરાતા મહેસાણાના વકીલો લડતના મૂડમાંઃ ધરણા શરુ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના બાર એસોસીએશનના વકીલોએ આજે કલેક્ટર કચેરી આગળ ઉપવાસ પર બેસી સરકાર સામે વિરોધ શરુ કર્યો છે. જીપીએસસી દ્વારા લેવાયેલ એપીપીની પરિક્ષા પાસ વકીલોને નિમણૂંક નહી આપતા વકીલોએ સરકાર સામે ગાંધીચિંધ્યા માર્ગે લડત લડવાના શ્રીગણેશ કર્યા છે. મળતી માહિતી આધારે ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા A.P.P.ઓની પરિક્ષા લેવામાં આવેલ હતી.
 
એપીપીની જગ્યા નહી ભરાતા મહેસાણાના વકીલો લડતના મૂડમાંઃ ધરણા શરુ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના બાર એસોસીએશનના વકીલોએ આજે કલેક્ટર કચેરી આગળ ઉપવાસ પર બેસી સરકાર સામે વિરોધ શરુ કર્યો છે. જીપીએસસી દ્વારા લેવાયેલ એપીપીની પરિક્ષા પાસ વકીલોને નિમણૂંક નહી આપતા વકીલોએ સરકાર સામે ગાંધીચિંધ્યા માર્ગે લડત લડવાના શ્રીગણેશ કર્યા છે.

મળતી માહિતી આધારે ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા A.P.P.ઓની પરિક્ષા લેવામાં આવેલ હતી. જેમાં ઉત્તીર્ણ વકીલોને નિમણૂંકપત્ર નહી મળતા છેવટે હાઈકોર્ટમાં પીટીશન દ્વારા ન્યાયની માંગ કરવામાં આવેલી છે. જે બાદ ભરતીમાં પાસ ગુજરાત હાઈકોર્ટે આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટરનાઓની ભરતી કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. તેમછતાં સરકારની ઉદાસીનતાથી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ અંગે મહેસાણા જિલ્લા બાર એસોસીએશન દ્વારા આવેદનપત્રથી સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

જેથી છેવટે હારી, થાકી બુધવારે સવારે 10-00 વાગે કલેક્ટર કચેરી આગળ પ્રતિક ઉપવાસ ઉપર બેસી વિરોધ શરુ કર્યો છે.