LCB@મહેસાણા: 2 પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) ચાણસ્મા અને ઉનાવા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો છે. LCBની ટીમ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી લેવાની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ટીમે પ્રોહિબિશનના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
LCB@મહેસાણા: 2 પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા અને ઉનાવા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો છે. LCBની ટીમ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી લેવાની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ટીમે પ્રોહિબિશનના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે 1-12-2020થી 7-12-2020સુધી સ્પેશ્યલ ડ્રાઇવ કરી ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીઓને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI વાય.કે.ઝાલા, ASI દિનેશભાઇ, AHC પીયુષકુમાર, રમેશભાઇ, APC વિષ્ણુભાઇ, ઉસ્માનખાન સહિતના શહેરમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન ASI ગુલાબસિંહને મળેલ બાતમી આધારે નાસતાં ફરતાં આરોપીને ઝડપી લીધો હતો.

સુત્રોએ જણાવ્યું હતુ કે, LCBની ટીમે સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ઠાકોર સુરેશજી રત્નાજી સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુ.ર.નં 77/20 પ્રોહી એક્ટ ક.65A,E, 116B, 71 તથા ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ગુ.ર.નં.316/20 પ્રોહી એક્ટ 65A,E, 116B, 81 મુજબ ગુનો નોંધાયેલ હોવાનું ખુલ્યું હતુ. જેથી LCBની ટીમે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપીનું નામ 

  • ઠાકોર સુરેશજી રત્નાજી, રહે.ડાભી, તા.ઊંઝા, જી.મહેસાણા