આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રામજી રાયગોર

બનાસકાંઠા પોલીસ અધિક્ષકે જીલ્લામાં વધતા જતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા સુચના આપતા જે.એચ. સિંધવ,પોલીસ ઇન્સ.,ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા,એન.એન.પરમાર પો.સ.ઇ.,સ્ટાફના પ્રવિણચંદ્ર, પ્રવિણસિંહ,મહેશભાઇ, ભરતભાઇ, ધેગાજી, મિલનદાસ, નિકુલસિંહ, જયપાલસિંહ સહિતના થરા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ લગત કામગીરીમાં હતા.

આ દરમ્યાન તેરવાડા ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે (1) શ્રવણજી વીરજી ઠાકોર રહે.તેરવાડા તા.કાંકરેજ તથા (2) રાહુલજી જયંતીજી ઠાકોર રહે.વડા હાલ રહે.થરા તા.કાંકરેજની સઘન પુછપરછ કરતાં બંનેએ મોટર સાયકલોની ચોરી કરતા હોવાનું કબુલ્યુ હતુ. જેમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ -06 હીરો પેશન પ્રો.-02 હીરો સ્પ્લેન્ડર પ્રો.-02 હીરોહોન્ડા એચ.એફ. ડિલક્ષ-02 હીરો સ્પ્લેન્ડર સ્માર્ટ આઇ- 01 હીરો હોન્ડા સી.ડી.ડિલક્ષ-01 બજાજ ડીસ્કવર-02 હોન્ડા એકટીવા-01 મળી કુલ-17 મોટર સાયકલો (કિ.રૂા.5.65.000) કબજે કરવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code