આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર

સંસદની ચુંટણી દરમ્યાન અને પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ માટે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી જાણકારી મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત ભુતપુર્વ કોંગ્રેસી અને હાલ ભાજપમાં ઠરીઠામ થયેલા નેતાઓને વિવિધ જવાબદારી ફાળવવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી બોર્ડ, નિગમ, સંસ્થાઓમાં ચેરમેન સહિતની વરણી બાકી હોઇ ટુંક સમયમાં નિર્ણય લેવાઇ શકે છે.

ગુજરાત રાજયમાં વિધાનસભાની ચુંટણી પુર્વે અને પછી જયારે સંસદની પુર્વે અને પછી અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. આ પૈકી કેટલાંકને વિવિધ જગ્યાએ ગોઠવી ભાજપે રાજી કરી દીધા છે. જોકે, મોટાભાગના કોંગ્રેસી બળવાખોરો એટલે કે ભાજપમાં ભળી ગયેલા આગેવાનો હજુ સુધી સત્તા મેળવી શકયા નથી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભાજપે રાજનિતિક રીતે અત્યાર સુધી આશ્વાસનો આપી સાચવી રાખ્યા હોઇ સત્તા આપવાનો સમય પાકી ગયાનું મનાઇ રહયુ છે.

ભાજપમાં ગયેલા કુલ નેતાઓમાં જે નાણાકીય રીતે, સામાજીક રીતે અને તે સિવાય બીજી બાબતોમાં પણ બાહુબલી હોય તેવાને બોર્ડ કે નિગમમાં સત્તાનું સુકાન સોંપવામાં આવે તેમ છે. આગામી ટુંક સમયમાં ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવતા હોઇ નિમણુંક સહિતની બાબતો ઉપર આખરી મહોર લગાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

ઠાકોર અને પાટીદાર નેતાઓને પણ સત્તા મળી શકે

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને હરાવવામાં મદદ કરી હોવાથી ઠાકોરસેના પ્રમુખ અલ્પેશ પોતાના નજીકના આગેવાનોને બોર્ડ કે નિગમમાં ચેરમેન પદ અપાવે તો નવાઇ નહી. આ સાથે પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલ સામે બળવો કરનાર નેતાઓને પણ ભાજપ ઘ્વારા જવાબદારી મળી શકે છે. આથી છેલ્લા કેટલાંક સમયથી ચેરમેન વગર ચાલતા બોર્ડ કે નિગમમાં જગ્યા ભરાઇ શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code