File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હાલ કોરોનાકાળ વચ્ચે મહિનાઓ બાદ શરૂ થયેલી સ્કૂલો ફરી બંધ કરવી પડી છે. આ દરમ્યાન આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચામાં 50 ટકા ફી માફ કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં ગૃહમાં કોવિડની સ્થિતિના કારણે ખાનગી શાળાઓમાં ફી 50 ટકા માફ કરવા માંગણી કરીને કહ્યું, એક વર્ષની ફી હપ્તાથી આપી શકાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિધાનસભામાં આજ શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસી ધારાસભ્યએ મોટી રજૂઆત કરી છે. જેમાં તેમણે શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચામાં 50 ટકા ફી માફ કરવાની માંગણી કરી હતી. નોંધનિય છે કે, આ વખતે પણ કોરોનાના કારણે સ્થિતી ગંભીર છે અને રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા આદેશ આપ્યો છે. જોકે આ વખતે ફી કેટલી હશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા શિક્ષાધિકારીઓએ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ડીઇઓએ સ્કૂલોને આવનારા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેનો પરિપત્ર મોકલાયો છે અને તેમાં છેલ્લા ત્રણ વર્ષની ફીના આધારે અને હિસાબો મંગાવાયા છે. આ પરિપત્રમાં 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. સંચાલકોએ માગ કરી છે કે 25 ટકા માફ કરેલી ફીને ખોટ ગણવાની કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઇએ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code