અટલ સમાચાર,ગાંધીનગર
ગાંધીનગર ખાતે વિધાનસભાના ટુંકા સત્રમાં બુધવારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મેવાણીએ જણાવ્યું હતુ કે, ‘ઉનાનાં પીડિતોને સામે ચાલીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રોમિસ આપ્યું હતું કે આ પીડિત પરિવારને સરકારી નોકરી મળશે, તેમના ખેતી કરવા માટે જમીનની ફાળવણી થશે, ગામનો વિકાસ કરીશું. આ ત્રણેમાંથી એકપણ માંગણી હજી સુધી સંતોષાઇ નથી.
જીગ્નેશ મેવાણીએ કહ્યું, ‘રાજ્યપાલની સ્પીચમાં 42 હજાર દલિતોને 63 હજાર હેક્ટર જમીન આપ્યાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એકદમ જૂઠાંણું છે, આમાં કંઇ સાચું નથી. મને લાગે છે કે આ જમીન કદાચ પ્લૂટો, નેપ્ચૂન કે યુરેનસનાં ગ્રહ પર આપી હોવી જોઇએ પરંતુ તે પૃથ્વી પર કંયાય આપી નથી. ભાજપની સરકારે આ પૃથ્વી પર છેલ્લા દસ વર્ષમાં આદિવાસી અને દલિતને જમીન આપી નથી.’ મેવાણીએ થાનગઢ મામલે પણ પોતોનો ગુસ્સો કરતાં કહ્યું કે, ‘થાનગઢ કાંડના રિપોર્ટમાં એવું તે શું રહસ્ય છે કે તેનો રિપોર્ટ સરકાર ગૃહમાં મુકતા જ નથી.’
જિગ્નેશ મેવાણીએ ગુજરાત ભાજપ સરકારને આભડછટ અંગે પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘આજે મેં ગુજરાતની ભાજપ સરકારને ચેલેન્જ આપી કે ગુજરાતનાં 1589 ગામમાં 98 પ્રકારની આભડછેટ જોવા મળે છે. જો તમારી સરકાર સામાજિક ન્યાય આપવા માંગતા હોવ તો આ આભડછેટ કરનારા તમામ સામે લાગુ પડતી કલમ અંતર્ગત ગુનો દાખલ કરો. જોકે આ મુદ્દે ભાજપની સરકાર અને નીતિન પટેલે મૌન ધારણ કર્યું હતુ. આપણે મંગળ પર પાણી છે કે નહીં તે જાણવાની ટેકનોલોજી વિકસાવી પરંતુ એકપણ દલિત સમાજનાં લોકોને ગટરની અંદર ન ઉતરવું પડે તેવી કોઇ ટેક્નોલોજી શોધી શકતા નથી. તે વાત ઉપર પણ ગુજરાત ભાજપે મૌન ધારણ કર્યું.’
Jignesh bhai age bado ham tumare shath he
Jignesh bhai ne vat ak dam. Chachi che
Abhadchat mukt bharat
Ak saman bharat
Jati dharm bandh ni rajniti bandh karo
Rojgar apo
Chosan mukt bharat
Jay bhim in clob jindabad