આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠાની બોર્ડરોમાંથી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોવાનુ જગજાહેર છે. જોકે રાજ્યના ડીજીપીએ પરીપત્ર જાહેર કરી ચેકપોસ્ટો બંધ કરાવતા બુટલેગરોને મોકળું મેદાન મળી ગયુ હોવાના સવાલો ઉભા થયા છે. જેની સામે વાવ ધારાસભ્ય ગેનીબેને મુખ્યમંત્રીને પત્ર લખી ફરીથી ચેકપોસ્ટો શરૂ કરવા માંગ કરી છે. પત્રમાં જણાવ્યુ છે કે, ચેકપોસ્ટો ચાલુ હતી ત્યારે પણ દારૂની બેફામ હેરાફેરી થતી હતી. હવે બંધ થતાં બુટલેગરો બેફામ બની દારૂની હેરાફેરી કરશે ત્યારે યુવાનોને આ બદીથી બચાવવા ફરી ચેકપોસ્ટો શરૂ કરવી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લામાં ખોડા, નેનાવા, ગુંદરી, વાસણ અને અમીરગઢ સહિતની ચેકપોસ્ટ આવેલી છે. અગાઉ ડીજીપીએ પરિપત્ર કરી ચેકપોસ્ટ બંધ કરાવતા બુટલેગરો બેફામ બની શકે તેવી ભિતી ઉભી થઇ છે. જેને લઇ વાવના કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી સમગ્ર મામલે રજૂઆત કરી છે. જેમાં અમારો જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી બાજુના રાજ્યમાં દારૂની છૂટ હોવાથી બનાસકાંઠામાં પણ મોટા પ્રમાણમાં બુટલેગરો દારૂ ઠાલવી શકે છે. આથી ચેકપોસ્ટ ઉપર પોલીસચોકી ગોઠવવા માંગ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગેનીબેનના પત્રમાં દારૂ સામે ચેકપોસ્ટ બંધ કરવાના પ્રતિબંધ ઉપર સવાલો ઉભા કર્યા છે. જેમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોઇ યુવાધન બરબાદ ન થાય અને બુટલેગરોને બિન્દાસ દારૂની ગાડીઓ નિકાળવાની કુશળતા ન મળે તે માટે જે ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે ત્યાં સત્વરે પોલીસ ચોકી ઉભી કરવામાં આવે. આ સાથે સૌથી મોટો આક્ષેપ થયો છે કે, જિલ્લા-તાલુકાની ચૂંટણીઓ આવે ત્યારે જીત માટે પણ દારૂની રેલમછેલ કરીને યુવાનોને અવળે માર્ગે દોરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code