ગુજરાતના વેપારીઓને ગુમાસ્તાધારા નોંધણીમાંથી મુકિત : રૂપાણી સરકારનો મોટો નિર્ણય

અટલ સમાચાર,ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુમાસ્તા ધારામાં નોધણી કરાવતા વેપારીઓને એક જ ટાઇમ ફી ફરીને નોધણી કરાવાની રહેશે. અને વન ટાઇમ ફી ભરીને લાઇસન્સની પરવાનગી ચાલુ રાખી શકાશે. વેપારીઓને વારંવાર દર વર્ષે લાયસન્સ રીન્યું કરવાની
 
ગુજરાતના વેપારીઓને ગુમાસ્તાધારા નોંધણીમાંથી મુકિત : રૂપાણી સરકારનો મોટો નિર્ણય

અટલ સમાચાર,ગાંધીનગર

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે નોધાયેલા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુમાસ્તા ધારામાં નોધણી કરાવતા વેપારીઓને એક જ ટાઇમ ફી ફરીને નોધણી કરાવાની રહેશે. અને વન ટાઇમ ફી ભરીને લાઇસન્સની પરવાનગી ચાલુ રાખી શકાશે. વેપારીઓને વારંવાર દર વર્ષે લાયસન્સ રીન્યું કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા માટેનો મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણય માની શકાય છે.
રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોધાયેલા એકમોમાં ફેરફાર કરાતા સામાન્ય દુકાન દારો અને નાના વેપારીઓને રાહત મળશે. મહત્વનું છે, કે વિજય રૂપાણી દ્વારા અગાઉ પણ પેટ્રોલ પંપના માલિકોને ગુમાસ્તા ધારામાંથી મુક્તિ આપીને વન ટાઇમ ફી ભરીને લાયસ્નસની પરવાનગી ચાલુ રાખી શકશે તેવો નિર્ણય કર્યો હતો. અને હવે સામાન્ય વેપારીઓ માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે.