કાલથી ફરી બે દિવસ બેંક,LIC,BSNL,પોસ્ટ સહિત વિવિધ કચેરીના યુનિયનોની હડતાળ

અટલ સમાચાર,ડેસ્ક ખાનગીકરણ, વિનીવેશ સહિત ૮ સૂત્રી માંગણીઓ પુરી નહિ થવાના કારણે અને સરકારની નીતિઓ વિરુદ્ધ ટ્રેડ યુનિયનોએ ૮મી અને ૯મીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યુ છે. યુનિયનનો દાવો છે કે આ હડતાલમાં બેંક કર્મચારીઓ, એલઆઈસી, જીઆઈસી, ફેકટરી વર્કર્સ, રીઝર્વ બેન્કના કર્મચારીઓ, આંગણવાડી સાથે જોડાયેલા કર્મચારીઓ વગેરે હડતાલ અકિલા પર જશે. અમુક રાજ્યોમાં પોસ્ટ કર્મચારીઓ પણ
 
કાલથી ફરી બે દિવસ બેંક,LIC,BSNL,પોસ્ટ સહિત વિવિધ કચેરીના યુનિયનોની હડતાળ

અટલ સમાચાર,ડેસ્ક

ખાનગીકરણ, વિનીવેશ સહિત ૮ સૂત્રી માંગણીઓ પુરી નહિ થવાના કારણે અને સરકારની નીતિઓ વિરુદ્ધ ટ્રેડ યુનિયનોએ ૮મી અને ૯મીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યુ છે. યુનિયનનો દાવો છે કે આ હડતાલમાં બેંક કર્મચારીઓ, એલઆઈસી, જીઆઈસી, ફેકટરી વર્કર્સ, રીઝર્વ બેન્કના કર્મચારીઓ, આંગણવાડી સાથે જોડાયેલા કર્મચારીઓ વગેરે હડતાલ અકિલા પર જશે. અમુક રાજ્યોમાં પોસ્ટ કર્મચારીઓ પણ હડતાલ પર જવાના છે. બે દિવસની હડતાલ દરમિયાન ઠેર ઠેર દેખાવો કરવામાં આવશે.
દેશના કામદાર સંગઠનોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં આવતીકાલથી બે દિવસની બેંક હડતાલનું એલાન આપ્યુ છે. આ હડતાલને કારણે બે દિવસ બેંકીંગ કામગીરી ખોરવાઈ જશે. ૨૮મી સપ્ટેમ્બરે દિલ્હી ખાતે સંમેલન યોજાયુ હતુ જેમાં ૮ અને ૯ જાન્યુઆરીના રોજ બે દિવસની હડતાલનુ એલાન આપ્યુ હતું. આ એલાનને દેશના ૧૦ મોટા કામદાર યુનિયનોએ ટેકો આપ્યો છે. બેંક, એલઆઈસી, બીએસએનએલ, પોસ્ટ સહિત વિવિધ સરકારી કચેરીઓના યુનિયનોએ પણ ટેકો આપ્યો છે. આવતીકાલની હડતાલમાં ૨૦ કરોડ કર્મચારીઓ હડતાલ પર જોડાઈ તેવી શકયતા છે. આ હડતાલની સૌથી વધુ અસર બેન્કીંગ, વિમા તથા સરકારી કચેરીઓમાં થવાની શકયતા છે. બેંકોમાં આજે રજુ થનારા કલીયરીંગના ચેક અટકી જશે અને આજે જમા કરાવેલ ચેક ગુરૂવારે સાંજે જમા થશે. બેંકોમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાઈ શકે છે.