લાઇફસ્ટાઇલઃ બટાકાની છાલના આ 7 કમાલના ઉપયોગ જાણીને ફેંકવાનું પણ ભૂલી જશો

અટલ સમાચાર, ડેસ્ક બટાકા દરેક ઘરમાં શોખથી ખવાય છે પણ સાથે જ આપણે તેની છાલને ફેંકી દેતા હોઈએ છીએ. આજે અમે તેના 7 કમાલના ઉપાય જણાવીશું પછી તમે પણ તેને ફેંકશો નહીં. આપણી રસોઈની અનેક ચીજો એવી છે જેની છાલ પણ આપણને અનેક રીતે મદદ કરે છે. તો જાણો અનેક રોગની સાથે સાથે સુંદરતા વધારવામાં
 
લાઇફસ્ટાઇલઃ બટાકાની છાલના આ 7 કમાલના ઉપયોગ જાણીને ફેંકવાનું પણ ભૂલી જશો

અટલ સમાચાર, ડેસ્ક

બટાકા દરેક ઘરમાં શોખથી ખવાય છે પણ સાથે જ આપણે તેની છાલને ફેંકી દેતા હોઈએ છીએ. આજે અમે તેના 7 કમાલના ઉપાય જણાવીશું પછી તમે પણ તેને ફેંકશો નહીં. આપણી રસોઈની અનેક ચીજો એવી છે જેની છાલ પણ આપણને અનેક રીતે મદદ કરે છે. તો જાણો અનેક રોગની સાથે સાથે સુંદરતા વધારવામાં બટાકાની છાલ તમારી કઈ રીતે મદદ કરે છે. બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બટાકામાં મોટા પ્રમાણમાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવામાં તમારી મદદ કરે છે. આંખી નીચેના કાળા સર્કલ્સને દૂર કરવા પછી તે સ્કીન ટેનના કારણે હોય તો પણ તમે બટાકાની છાલને પીસીને તેનો રસ કાઢીને ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી ડાર્ક સર્કલ્સમાં જલ્દી રાહત મળે છે.

એનિમિયા કે આયર્નની ખામીમાં અન્ય શાકની સાથે બટાકાની છાલ લાભદાયી છે. તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે અને તેનો અલગ રીતે ઉપયોગ કરવાથી તમે લોહીની ખામીને દૂર કરી શકો છો. બટાકાની છાલમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન બી 3 મળે છે. તેનાથી શરીરને તાકાત મળે છે. આ સિવાય તેમાં રહેલું નૈસીન કાર્બોઝને એનર્જીમાં ફેરવી લે છે. ફાઈબરથી ભરપૂર ડાયટ જરૂરી છે. એક તરફ બટાકામાં ભરપૂર ફાઈબર હોય છે જે ડાઈજેસ્ટિવ સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે.

બટાકાની છાલમાં કેલ્શિયમ અને વિટામીન કોપ્લેક્સ ખૂબ વધારે હોય છે. તેનાથી હાડકાંને તાકાત મળે છે અને વિટામીન બીથી શરીરને તાકાત મળે છે. કોશિશ કરો કે બટાકાને છાલ સહિત બનાવો. જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો તમે બટાકાની છાલને એક વાટકીમાં અડધો લિટર પાણીમાં ઉકાળો. પાણી જ્યારે 2 ચમચી થઈ જાય ત્યારે તેને ઠંડુ કરો અને વાળમાં લગાવો. આવું વારેઘડી કરવાથી તમારા વાળ કાળા બને છે.