લાઇફસ્ટાઇલઃ આ રીતે સહેલી ટિપ્સથી ઘરે જમાવો બહાર જેવું દહીં

અટલ સમાચાર, ડેસ્ક ઘરનું જમાયેલું દહીં માર્કેટમાં મળનારા દહીંથી સૌથી વધારે ફ્રેશ અને ઓછું ખાટું હોય છે. પરંતુ કેટલીક વાર એવું થાય છે કે ઘરે તે બરાબર જામતુ નથી. એવામાં અમે ઘરે દહીં જમાવવાની સહેલી ટિપ્સ લઇને આવ્યા છીએ. તમે બહાર ડેરીમાં મળતા દહીંને ભૂલી જશો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો –
 
લાઇફસ્ટાઇલઃ આ રીતે સહેલી ટિપ્સથી ઘરે જમાવો બહાર જેવું દહીં

અટલ સમાચાર, ડેસ્ક

ઘરનું જમાયેલું દહીં માર્કેટમાં મળનારા દહીંથી સૌથી વધારે ફ્રેશ અને ઓછું ખાટું હોય છે. પરંતુ કેટલીક વાર એવું થાય છે કે ઘરે તે બરાબર જામતુ નથી. એવામાં અમે ઘરે દહીં જમાવવાની સહેલી ટિપ્સ લઇને આવ્યા છીએ. તમે બહાર ડેરીમાં મળતા દહીંને ભૂલી જશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

– દહીં જમાવવા માટે દૂધ વધારે ગરમ ન હોવું જોઇએ.
– વધારે ગરમ દૂધમાં દહીં સારુ જામતુ નથી અને એવામાં દૂધ ફાટવાની સંભાવના રહે છે.
– ફુલ ક્રીમના ઉપયોગથી દહીં ઘટ્ટ જામે છે.
– દૂધ નવશેકુ હોવું જોઇએ. ન વધારે ગરમ કે ન વધારે ઠંડું..
– દૂધમાં દહીં મિક્સ કર્યા બાદ તેને બરાબર મિક્સ કરવું જરૂરી છે.
– દહીં ઉમેર્યા બાદ વાસણને બરાબર ઢાંકીને કોઇ સારી જગ્યા પર રાખો.
– ધ્યાન રાખો કે વાસણને વારંવાર ન અડો તેનાથી દૂધ હલી જશે અને દહીં ઘટ્ટ થશે નહીં.
– દહીં રાખેલા વાસણને ઓછામાં ઓછા 4 કલાક સુધી હલાવશો નહીં.
– જો નક્કી કરેલા સમય બાદ પણ દહીં યોગ્ય ન જામે તો એક તવાને ગરમ કરી તેની પર દહીં વાળું વાસણ રાખી દો.
– અડધા લીટર દૂધ માટે ઓછામાં ઓછું બે ચમચી દહીંનો ઉપયોગ કરો.