લાઇફસ્ટાઇલઃ શિયાળામાં લીલું લસણ ખાવાથી આ ગંભીર રોગો થશે દૂર, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક લસણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે તે વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. પણ શિયાળામાં મળતું લીલું લસણ આરોગ્ય માટે સૌથી વધુ લાભકારક છે. રોજની ડાયટમાં લીલું લસણ ખાવું જ જોઈએ. લીલું લસણ શિયાળાનું બેસ્ટ હર્બ પણ કહેવાય છે. લીલાં લસણમાં અમુક ખાસ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો રહેલાં હોવાથી તે
 
લાઇફસ્ટાઇલઃ શિયાળામાં લીલું લસણ ખાવાથી આ ગંભીર રોગો થશે દૂર, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

લસણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે તે વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. પણ શિયાળામાં મળતું લીલું લસણ આરોગ્ય માટે સૌથી વધુ લાભકારક છે. રોજની ડાયટમાં લીલું લસણ ખાવું જ જોઈએ. લીલું લસણ શિયાળાનું બેસ્ટ હર્બ પણ કહેવાય છે. લીલાં લસણમાં અમુક ખાસ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો રહેલાં હોવાથી તે અનેક રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. લીલું લસણ ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. તો આજે જાણીએ તેના ફાયદા.

શિયાળામાં રોજ લીલું લસણ ખાઈ લેશો તો આ મોટી સમસ્યાઓ થઈ જશે દૂર લીલું લસણ ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે એન્ટીબાયોટિકનો બેસ્ટ સોર્સ લીલાં લસણમાં ભરપૂર એન્ટીબાયોટિક પ્રોપર્ટી હોય છે. જેથી શિયાળામાં રોજ લીલું લસણ ખાવાથી ઈમ્યૂનિટી એકદમ સ્ટ્રોન્ગ બને છે અને નાની-મોટી સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.

લીલાં લસણમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જેશી તેને ખાવાથી અપચો અને ઈનડાઈજેશનની તકલીફ દૂર થાય છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીબાયોટિક પ્રોપર્ટી પેટમાં પ્રોપર બેક્ટેરિયલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

ઠંડીમાં શરદી, કફ, ખાંસી, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની તકલીફો વકરવાની સૌથી વધુ શક્યતાઓ હોય છે. આ બધી જ સમસ્યાઓથી બચવા શિયાળામાં રોજ લીલું લસણ ડાયટમાં સામેલ કરી લેવાથી ફાયદો થાય છે.

લીલાં લસણમાં ડાઈયૂરેટિક પ્રોપર્ટી હોવાથી તે કિડનીમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્યૂરીફાયરનું પણ કામ કરે છે. આ સિવાય તે લિવરને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

લીલાં લસણમાં રહેલું વિટામિન સી આયર્નના એબ્સોર્બશનમાં મદદ કરે છે. સાથે જ અન્ય તેમાં ભરપૂર મિનરલ્સ હોવાથી તેનો ફાયદો પણ શરીરને મળે છે. લીલું લસણ ખાવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, બોડીમાં રેડ બ્લડ સેલ્સનું પ્રોડક્શન વધે છે અને ઓક્સીજનનો ફ્લો બોડીમાં પ્રોપરલી થાય છે.

લસણ આપણાં હાર્ટ માટે બહુ જ ફાયદાકારક છે. એમાંય લીલાં લસણમાં રહેલું પોલીસલ્ફાઈડ હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે. સાથે જ તેમાં રહેલું મેંગ્નીઝ હાર્ટના રોગો સામે પણ રક્ષણ કરે છે અને બોડીમાં બેડ કોલેસ્ટ્રોલને વધતાં રોકે છે.