લાઇફસ્ટાઇલઃ 2021ના નવા વર્ષમાં આ 5 બિસનેસ કરાવશે તમને પૈસાની બમ્પર કમાણી

અટલ સમાચાર, ડેસ્ક જો તમે પણ કોઈ કમાણી કરનારા બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે આપને આવા 5 બિઝનેસ વિશે જણાવીશું જેના માધ્યમથી તમે બમ્પર કમાણી કરી શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે તેના માટે આપને કોઈ ખાસ ટ્રેનિંગની પણ જરૂરી નથી. આ ઉપરાંત આ તમામ બિઝનેસ માટે
 
લાઇફસ્ટાઇલઃ 2021ના નવા વર્ષમાં આ 5 બિસનેસ કરાવશે તમને પૈસાની બમ્પર કમાણી

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે પણ કોઈ કમાણી કરનારા બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે આપને આવા 5 બિઝનેસ વિશે જણાવીશું જેના માધ્યમથી તમે બમ્પર કમાણી કરી શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે તેના માટે આપને કોઈ ખાસ ટ્રેનિંગની પણ જરૂરી નથી. આ ઉપરાંત આ તમામ બિઝનેસ માટે આપને સરકાર તરફથી આર્થિક સહાયતા પણ આપવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1. દૂધનો કારોબાર
આ મામલામાં પહેલા નંબરે દૂધનો કારોબાર આવે છે. આપને એક સારી ગાય 30 હજાર સુધીની કિંમતમાં અને એક ઠીક ઠા ભેંસ 50-60 હજારમાં મળી શકે છે. તમે એક કે બે પશુઓની સાથે પોતાનો કારોબાર શરૂ કરી શકો છો. ધ્યાન રહે, દૂધનો કારોબાર સ્વર્ણિક છે. તમે કંપનીઓ સાથે સીધો સંપર્ક કરી શકો છો કે પછી લોકલ સ્તર પર દૂધ વેચનારા લોકોનો પણ સંપર્ક સાધી શકો છો.

2. ફુલોની ખેતી

ફુલોની ડિમાન્ડ ઘણી વધારે હોય છે. તમે ક્યાંય પણ લીઝ પર થોડી જમીન લઈને ફુલોની ખેતી કરી શકો છો. અનેક ઓનલાઇન વેબસાઇટ્સ સાથે સંપર્ક કરી તમે પોતાના ફુલ સીધા વેચી શકો છો. સૂરજમુખી, ગુલાબ, ગલગોટાની ખેતી ખૂબ ફાયદારૂપ છે.

3. વૃક્ષોથી પણ કરી શકો છો કમાણી

જો આપની પાસે એક કે બે વીઘાની પણ ખેતી છે તો તમે તેમાં શીશમ જેવા અગત્યનના વૃક્ષો ઉગાડી શકો છો. વ્યવસ્થાત્મક રીતે કરવામાં આવેલી ખેતીથી 8-10 વર્ષ બાદ તે આપને કરોડપતિ બનાવી શકે છે. ધ્યાન રહે કે 40 હજારની કિંમતનું એક ઠીક ઠાક શીશમનું ઝાડ વેચાઈ જ જાય છે.

4. મધનો બિઝનેસ

મધ મેળવવા માટે મધમાખીઓના પાલનનો બિઝનેસ વર્ષો જૂનો છે પરંતુ સમયની સાથે હવે તેણે પ્રોફેશનલ રૂપ લઈ લીધું છે. તમે એકથી દોઢ લાખમાં થોડા સાધનોની સાથે આ કામ શરૂ કરી શકો છો. હા તેના માટે આપને ટ્રેનિંગની જરૂર પડશે. પરંતુ આ કામ પણ આપને મોટો નફો આપશે.

5. શાકભાજીની કરો ખેતી

પરંપરાગત રીતે ઘઉં-ચોખાની ખેતી કરવી દરેકના હાથની વાત નથી. પરંતુ નાની જમીનના ટુકડામાં કે ઘેરાબંદી કરી શાકભાજીની ખેતી આપને માલામાલ કરી શકે છે. મરચું, કુબી, ટમેટા જેવા શાકભાજી તમારું ખિસ્સું ભરી શકે છે.