લાઇફસ્ટાઇલઃ દાડમના આ 5 ફાયદા જાણી તમે પણ દરરોજ ખાવાનું શરૂ કરી દેશો

અટલ સમાચાર, ડેસ્ક 1. મગજ તેજ કરે છે જો તમે કોઇપણ વસ્તુનું વારંવાર ભૂલી જાવ છો, તો દરરોજ દાડમ ખાવનું શરૂ કરી દો, જે તમારૂ મગજ તેજ કરે છે. અને અલ્જાઇમર જેવી ભૂલવાની બિમારીને ધીરે ધીરે ઓછી કરે છે. એટલા માટે દરરોજ નાસ્તા સાથે તેનું સેવન કરો. તમે ઇચ્છો તો તેનું જ્યુશ પણ પી શકો
 
લાઇફસ્ટાઇલઃ દાડમના આ 5 ફાયદા જાણી તમે પણ દરરોજ ખાવાનું શરૂ કરી દેશો

અટલ સમાચાર, ડેસ્ક

1. મગજ તેજ કરે છે
જો તમે કોઇપણ વસ્તુનું વારંવાર ભૂલી જાવ છો, તો દરરોજ દાડમ ખાવનું શરૂ કરી દો, જે તમારૂ મગજ તેજ કરે છે. અને અલ્જાઇમર જેવી ભૂલવાની બિમારીને ધીરે ધીરે ઓછી કરે છે. એટલા માટે દરરોજ નાસ્તા સાથે તેનું સેવન કરો. તમે ઇચ્છો તો તેનું જ્યુશ પણ પી શકો છો.

2. અનીમિયા ઠીક કરે છે
દાડમ શરીરમાં આયરનની કમીને પુરી કરવાની સાથે સાથે રેડ બ્લડ સેલ્સને વધારે છે. તે લોહીમાં હીમોગ્લોબિનની માત્રામાં વધારો કરીને તેના પ્રવાહમાં સુધારો લાવે છે. એટલા માટે એનીમિયાની પરેશાનીનો સામનો કરી રહેલો લોકો દરરોજ ખાઓ. તેની બીજના પાવડરનું દરરોજ સેવન કરવા પણ ખુબ ફાયદાકારક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3. દિલને રાખે હેલ્દી
દાડમ રક્ત ધમનિયોમાં સુધારો કરી લોહીના પ્રવાહમાં સુધારો લાવે છે. ઇટલીની નેપલ્સ યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચ અનુસાર દાડમનું જ્યુસ બલ્ડ આર્ટરિઝને જામવા દેતા નથી. જેના કારણે તેમાં લોહીનો પ્રવાહ સારો બની રહે છે.

4. કેન્સરથી લડવામાં મદદ
દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેંટ્સ શરીરના ઝેરી પદાર્થ નીકાળવામાં મદદ કરે છે. આ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરી રોગથી લડવાની શક્તિ વધારે છે. એટલા માટે કેન્સર પીડિતોએ દાડમ ખાવાની સલાહ જરૂર આપવામાં આવે છે.

5. પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ફાયદાકારક
દાડમમાં મિનરલ્સ, વિટામીન, ફ્લોરિક એસિડ બાળક માટે ખુબજ ફાયદાકારક હોય છે. તેમા ભરપૂર માત્રામાં પોટેશિયમ પણ હોય છે. જે ડિલિવરી દરમિયાન થનારા દર્દને ઓછું કરે છે. અને પ્રી-મેચ્યોર ડિલિવરીનો ખતરો ઓછો કરે છે.