લાઇફસ્ટાઇલઃ વધેલી રોટલીમાંથી ઘરે બનાવો બજાર જેવા જ પાતરા

અટલ સમાચાર, વુસનગર (કિરણબેન ઠાકોર) આમ પાતરા અળવીના પત્તાના બનતા હોય છે. પરંતુ આજે અમે તમને રોટલીના પાતરા કેવી રીતે બને તે વિશે જણાવીશું. કોરોના સંકટ વચ્ચે હવે બધા બહારનું ખાવાનું ઓછુ કરી દીધુ છે આ સમયે લોકો ઘરે મનપસંદ સું ખાવુ તે બનાવી ને ખાતા હોય છે. તો આવો આજે આપણે જાણીએ કઇ રીતે
 
લાઇફસ્ટાઇલઃ વધેલી રોટલીમાંથી ઘરે બનાવો બજાર જેવા જ પાતરા

અટલ સમાચાર, વુસનગર (કિરણબેન ઠાકોર)

આમ પાતરા અળવીના પત્તાના બનતા હોય છે. પરંતુ આજે અમે તમને રોટલીના પાતરા કેવી રીતે બને તે વિશે જણાવીશું. કોરોના સંકટ વચ્ચે હવે બધા બહારનું ખાવાનું ઓછુ કરી દીધુ છે આ સમયે લોકો ઘરે મનપસંદ સું ખાવુ તે બનાવી ને ખાતા હોય છે. તો આવો આજે આપણે જાણીએ કઇ રીતે બને રોટલી ના પાતરા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

1. ૧૨ વધેલી રોટલી
2. ચણા નો લોટ
3. મીઠુ
4. લાલ મરચુ
5. હળદર
6. ખાંડ
7. લીબુ નો રસ
8. કોથમીર
9. લીલા મરચાંની પેસ્ટ

• વઘાર માટે:
1. તેલ
2. રાઈ
3. તલ
4. લીમડી

રીત

1. એક વાડકા માં બેસન લો. 2. તેના ઉપર મુજબ બધા મસાલા ઉમેરો. પછી એક રોટલી લો, તેના ઉપર બેસનનુ મિશ્ર્શ્રણ પાથરો.  આવી રીતે ૩ રોટલી ના લેયર કરી ને રોલ વાળો. પછી તે રોલ ને વરાળે બાફવા મૂકો. ૨૦ મિનીટ બફાય જાય એટલે તેને પાતરા ની જેમ વઘારી ઉપર થી કોથમીર અને લીબું નો રસ નાખી સર્વ કરો. અમારી પોસ્ટ ગમતી હોય તો પેજ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.