લાઇફસ્ટાઇલઃ પ્રેગનન્ટ મહિલાઓએ ભૂલથી પણ ન કરવા ઘરના આ કામ, નહીં તો થશે મોટી મુશ્કેલી

અટલ સમાચાર, ડેસ્ક પ્રેગનન્સીમાં મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમયે મહિલાઓનું વજન પણ વધી જાય છે. તો અન્ય તરફ શારિરીક ફેરફારોના કારણે તેમને કેટલાક ઘરેલૂ કામ કરવામાં તકલીફ પડે છો. જાણો પ્રેગનન્ટ મહિલાએ ઘરના કયા કામ કરવા અને કયા નહીં. ગર્ભમાં શિશુ હોવાના કારણે પેટનું વજન વધી જાય છે અને સાથે મહિલાઓને
 
લાઇફસ્ટાઇલઃ પ્રેગનન્ટ મહિલાઓએ ભૂલથી પણ ન કરવા ઘરના આ કામ, નહીં તો થશે મોટી મુશ્કેલી

અટલ સમાચાર, ડેસ્ક

પ્રેગનન્સીમાં મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમયે મહિલાઓનું વજન પણ વધી જાય છે. તો અન્ય તરફ શારિરીક ફેરફારોના કારણે તેમને કેટલાક ઘરેલૂ કામ કરવામાં તકલીફ પડે છો. જાણો પ્રેગનન્ટ મહિલાએ ઘરના કયા કામ કરવા અને કયા નહીં.

ગર્ભમાં શિશુ હોવાના કારણે પેટનું વજન વધી જાય છે અને સાથે મહિલાઓને કેટલાક કામ કરવામાં મુશ્કેલી પડે છે. આ સમયે મહિલાઓએ ખાસ સાવધાની રાખવાની રહે છે. પ્રેગનન્સીમાં એક્ટિવ રહેતી માતા શિશુ માટે વરદાન છે પણ શિશુને સ્વસ્થ રાખવા ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તો જાણી લો પ્રેગનન્ટ મહિલાઓએ આ સમયે કયા કામ કરવાનું ટાળવું જોઈએ.

ઘરેલૂ કામ કરવાના કેસમાં પ્રેગનન્ટ મહિલાઓએ સંતુલન રાખવું પડે છે. વધારે ચિંતા કે સ્ટ્રેસ વાળા કામ કરવાનું ટાળવું. શક્ય છે કે વધારે મહેનત વાળા કામ કરવાથી તમને જલ્દી થાક લાગે અને સાથે મહિલાઓ કંઈ કામ નહીં કરે તો પણ તેમની હેલ્થ પર તેની આડઅસર થાય છે. તો જાણો ઘરના કયા કામ કરવાથી પ્રેગનન્સીમાં સામાન્ય કસરત મળી રહે છે અને કયા કામ કરવાથઈ આડ અસર થાય છે તે વિશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રેગનન્સીના સમયમાં મહિલાઓને ખાસ કરીને કમર દર્દની તકલીફ રહે છે. એવામાં ભારે વજન ઉઠાવવું તેમના માટે મુશ્કેલ કામ રહે છે. ઘરના કામમાં પાણીની ડોલ, રાશનનો સામાન ઉઠાવવાની ભૂલ ન કરશો. જો તમે સફાઈ કામ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે કેમિકલ યુક્ત ચીજનો પ્રયોગ ન કરો. તમે બેકિંગ સોડા કે વિનેગરનો ઉપયોગ સફાઈ માટે કરી શકો છો. આ સમયે પણ હાથના મોજાં પહેરીને રાખો. કેમિકલ યુક્ત ક્લીનિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ પ્રેગનન્સીમાં સમસ્યા લાવી શકે છે.

સીડીઓ ચઢવી

પ્રેગનન્સીમાં વારે ઘડી સીડી ચઢવાની મનાઈ કરી છે. આ સમયે પડવાનો ભય રહે છે. તેથી શક્ય તેટલો સીડીનો ઉપયોગ ટાળવાનું કહેવાયું છે.

વારેઘડી ઝૂકવું નહીં

સૂવું, કચરો વાળવો, કે પછી કપડાં ધોવાના કામમાં ખાસ કરીને વળવું પડે છે અને તેનાથી પેટ પર ભાર પડે છે. સાથે કમરનું દર્દ પણ વધી શકે છે. તો આ સમયે ઘરના વળઈને કરવાના કામને ટાળો તે યોગ્ય છે. ખાસ કરીને મહિલાઓ રસોઈમાં કામ કરતી સમયે લાંબો સમય ઊભી રહે છે જે પ્રેગનન્ટ મહિલાઓ માટે નુકસાન કરે છે. તેનાથી તેમના પગમાં સોજા આવી જાય છે. આ સિવાય પગને લટકતા રાખીને એટલે કે ખુરશી પર પણ વધારે કલાક બેસી રહેવાથી પણ સોજાની સમસ્યા રહે છે.

પ્રેગનન્સીમાં ખાસ કરીને બેસીને શાક સુધારવા, સાફ કરવાના કામ કરી શકાય છે.
આ સિવાય તમે લાંબા હેન્ડલ વાળી સાવરણી કે પોતાથી ઘરની સફાઈ કરી શકો છો. તેમાં વધારે વળવું પડશએ નહીં અને તમને સરળતા રહેશે. મહિલાઓ ઈકો ફ્રેન્ડલી ક્લિનિંગ પ્રોડક્ટ્સની મદદથી બાથરૂમની સફાઈ કરી શકે છે. આ સિવાય વિનેગર, લીંબુનો રસ અને બેકિંગ સોડા પણ સુરક્ષિત રહે છે. તમે આ સિવાય 15 મિનિટ સુધી એકસાથે ઊભા રહીને રસોઈનું કામ કે પછી વાસણ ધોવાનું કામ કરી શકો છો.