લાઇફસ્ટાઇલઃ આ ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટીથી બાળકની હાઈટ વધશે ફટાફટ

અટલ સમાચાર, ડેસ્ક આજકાલ જંક ફૂડને લીધે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ કારણે તેમની હાઈટ વધતી અટકી જાય છે. યોગ્ય ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટીથી બાળકોની હાઈટ વધારી શકાય છે. નાનપણમાં બાળકોએ જે ખાધું હોય મોટા થઈને તે જ ખાવાનું પસંદ કરે છે. તેનાથી તેમનો ટેસ્ટ ડેવલપ થાય છે. આથી બાળકોને નાનપણમાં જ
 
લાઇફસ્ટાઇલઃ આ ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટીથી બાળકની હાઈટ વધશે ફટાફટ

અટલ સમાચાર, ડેસ્ક

આજકાલ જંક ફૂડને લીધે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ કારણે તેમની હાઈટ વધતી અટકી જાય છે. યોગ્ય ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટીથી બાળકોની હાઈટ વધારી શકાય છે. નાનપણમાં બાળકોએ જે ખાધું હોય મોટા થઈને તે જ ખાવાનું પસંદ કરે છે. તેનાથી તેમનો ટેસ્ટ ડેવલપ થાય છે. આથી બાળકોને નાનપણમાં જ હેલ્ધી ભોજનની ટેવ પાડવી જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઈટ વધારવા માટે ડાયટમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન D, વિટામિન B12 હોવું જરૂરી છે. બાળકોના મીલમાં પ્રોટીન હોવું જરૂરી છે, પરંતુ આ માટે તેમને પ્રોટીન સપ્લિમેન્ટ્સ આપવાની જરૂર નથી. બાળકોને સવારે નાશ્તામાં પૌઆ, ઉપમા અને પરાઠાની સાથે એક ગ્લાસ દૂધ અને 2 ઈંડાં આપો. લંચમાં રોટલી અને ભાતની સાથે એક વાટકી દાળ, એક કપ દહીં કે સ્પ્રાઉટ્સ આપી શકો છો. નોન વેજિટેરિયન હો તો ઈંડાં, ફિશ અને ચિકન ખાઈ શકો છો. ડિનરમાં દિવસના ભોજનની જેમ દાળ, પનીર, સ્પ્રાઉટ્સ કે પછી ઈંડાં, માછલી અને ચિકન સામેલ કરો. સવારના નાશ્તા અને લંચમાં કે પછી લંચ અને ડિનરની વચ્ચેના સમયમાં સીઝનલ ફ્રૂટ્સ આપો. બાળકોને જંક ફૂડથી દૂર રાખો અને કોઈ પ્રિઝર્વેટિવ વસ્તુ ના આપો.

બાળકોને કહો કે તે પોતાના માટે જાતે ભોજન બનાવે. તેનાથી બાળકોની કુકીંગ સ્કિલ વધે છે અને તેઓ હેલ્ધી ભોજન ખાવાનું ચાલુ કરે છે. બાળકોને બર્ગર આપતા હો તો તેમાં ચિકન, પનીર ઉમેરો. પિત્ઝા બેઝ બનાવવા માટે જુવાર, બાજરો, રાગીના લોટનો ઉપયોગ કરો અને પનીર-ચિકનનું ટોપિંગ કરો. ફ્રેન્કી બનાવતા હો તો તેમાં પનીર, સ્પ્રાઉટ્સ, સોયાબીન, ઈંડાં કે ચિકનનું સ્ટફિંગ કરો. બાળકોને હેલ્ધી રાખવા માટે ભોજનની સાથોસાથ તેમની ફિઝિકલ એક્ટિવિટી પર પણ ધ્યાન આપો. હાઈટ વધારવા માટે સાઇક્લિંગ, સ્વિમિંગ, બાસ્કેટ બોલ બેસ્ટ ઓપ્શન છે. ફિઝિકલ એક્ટિવિટી વગર હાઈટ વધારવી અશક્ય છે આથી બાળકોને રોજ રમવા મોકલો.