મહેસાણા: સદસ્ય દ્વારા સૂચિત કામો માટે પાર્ટી જિલ્લા પંચાયત કેમ નક્કી કરે છે

અટલ સમાચાર, ગિરીશ જોશી જિલ્લા પંચાયતે પાર્ટી નક્કી કરી તાલુકા પંચાયતને પણ પાર્ટી નક્કી કરવાનું કહેતા મામલો અઘ્ધરતાલ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી એલઇડી લાઇટ ખરીદીનું કામ ખોરંભે ચડ્યું છે. સભ્યો દ્વારા સૂચિત કામ માટે એલઈડી ખરીદવામાં પાર્ટી નક્કી થઈ શકતી નથી. જિલ્લા પંચાયતે પાર્ટી નક્કી કરી વિકલ્પના ભાગરૂપે તાલુકાને પણ સ્વતંત્રતા આપી
 
મહેસાણા: સદસ્ય દ્વારા સૂચિત કામો માટે પાર્ટી જિલ્લા પંચાયત કેમ નક્કી કરે છે

અટલ સમાચાર, ગિરીશ જોશી

જિલ્લા પંચાયતે પાર્ટી નક્કી કરી તાલુકા પંચાયતને પણ પાર્ટી નક્કી કરવાનું કહેતા મામલો અઘ્ધરતાલ

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી એલઇડી લાઇટ ખરીદીનું કામ ખોરંભે ચડ્યું છે. સભ્યો દ્વારા સૂચિત કામ માટે એલઈડી ખરીદવામાં પાર્ટી નક્કી થઈ શકતી નથી. જિલ્લા પંચાયતે પાર્ટી નક્કી કરી વિકલ્પના ભાગરૂપે તાલુકાને પણ સ્વતંત્રતા આપી છે. આથી બંને એકબીજા ઉપર ઢોળી પાર્ટી નક્કી કરી શકતા નથી. આથી સભ્યો આઘાપાછા થઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળમાંથી એલઈડી લાઇટ ખરીદી ગામડાઓમાં લગાવવા સૂચન કરેલું છે. જેમાં તાલુકા પંચાયતે પાર્ટી નક્કી કરવા ટેન્ડર પ્રક્રિયા કરતા રાજકીય અને વહીવટી દખલગીરી વધી હતી. જેથી જિલ્લા પંચાયતે ટેન્ડર પ્રક્રિયા કરી બે પાર્ટીઓનું સુચન તાલુકા પંચાયતને કર્યું હતું. આ સાથે વિકલ્પ માટે તાલુકા પંચાયતને પણ સ્વતંત્ર રાહે પાર્ટી નક્કી કરવાની છૂટ આપી હતી.

જિલ્લા પંચાયતના વિકલ્પવાળા ગોલને પગલે તાલુકા અને જિલ્લામાં રાજકીય ખેંચતાણ વધી રહી છે. આથી છેલ્લા કેટલાક સમયથી એલઈડી ખરીદવાનું અધ્ધરતાલ રહ્યું છે. તાજેતરમાં મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ટીડીઓને પોતાની ટીમ દ્વારા પાર્ટી નક્કી કરવાનું જણાવતા સ્ટાફની અછતનો પ્રશ્ન ઉભો થયો છે. મામલો ગુંચવણમાં મૂકાતા તાલુકા પંચાયતો દ્વારા માર્ગ મકાનની યાંત્રિક શાખાને સમગ્ર મામલે અવગત કરાવી એલઈડી ખરીદીનો પ્રશ્ન હલ કરવાની ગતિવિધિ શરૂ થઈ છે.

ભષ્ટ્રાચારની બૂમરાણ ઊભી થઈ

સદસ્યો દ્વારા સૂચવાયેલા  કામો માટે તાલુકા દ્વારા ખરીદીની કામગીરી કરવાની હોવા છતાં પહેલાં બાંકડા અને હવે એલઈડી ખરીદીમાં પણ જિલ્લા પંચાયતની ભૂમિકા અંગે સવાલો ઉભા થયા છે. ચોક્કસ પાર્ટીને કામ આપવા જિલ્લા પંચાયત સામૂહિક ખરીદી ગોઠવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.