એમ. એ.પરીખ ફાઈન આર્ટસ કોલેજ દ્વારા “નાટ્ય તાલીમ શિબિર” યોજાશે

અટલ સમાચાર, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને એમ. એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ ના સયુંકત ઉપક્રમે ત્રણ દિવસીય “નાટ્ય તાલીમ શિબિર” નું આયોજન કરેલ છે. આ શિબિર તા. 15,16 અને 17 ફેબ્રુઆરી, 2019ના રોજ સવારે 10 થી સાંજે 6 નાટ્ય વિભાગ, કલાભવન, જી. ડી. મોદી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે યોજાનાર છે. નાટ્ય શિબિરમાં તજજ્ઞ
 
એમ. એ.પરીખ ફાઈન આર્ટસ કોલેજ દ્વારા “નાટ્ય તાલીમ શિબિર” યોજાશે

અટલ સમાચાર, પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને એમ. એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ ના સયુંકત ઉપક્રમે ત્રણ દિવસીય “નાટ્ય તાલીમ શિબિર” નું આયોજન કરેલ છે. આ શિબિર તા. 15,16 અને 17 ફેબ્રુઆરી, 2019ના રોજ સવારે 10 થી સાંજે 6  નાટ્ય વિભાગ, કલાભવન, જી. ડી. મોદી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે યોજાનાર છે. નાટ્ય શિબિરમાં તજજ્ઞ તરીકે વિષ્ણુ પંડ્યા (પદ્મશ્રી) , ગિરીષ ઠાકર, ડો. આશુતોષ માર્ગદર્શન આપશે.

શિબિરની સાથે-સાથે

૧. વિધાર્થીઓને પ્રત થી પ્રયોગ સુધી (લેખન-સંવાદ-અભિનય-દિગ્દર્શન) અંગે તાલીમ આપવામાં આવશે.

૨. વિદ્યાર્થી સાથે તેમનું કોલેજ આઈ. ડી. અને ફોટો સાથે લાવવાનું રહેશે.જે કોલેજ એ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ જ વિદ્યાર્થીઓ આ શિબિર માં ભાગ લઈ શકશે.

3. રહેવા – જમવાની વ્યવસ્થા અહીંથી કરવામાં આવશે.