શિયાળામાં લીલું લસણ ખાવાથી થશે આ લાભ
Mon, 24 Dec 2018

અટલ સમાચાર,ડેસ્ક
શિયાળાની સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી. આ શાકભાજીમાંથી એક છે લીલું લસણ. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. આમ તો લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ લીલા લસણની વાત અલગ જ હોય છે. .લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયરનને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં ઓયરન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયરન વધે છે.