કડીઃતલવાર અને છરી વડે હૂમલો કરી લૂંટ ચલાવી

અટલ સમાચાર,કડી શુક્રવારે રાત્રીના સમયે નાની કડીમાં એકબીજાની મદદગારીથી પાંચ શખસોએ બે ઈસમોને તલવાર અને છરીના ઘા માર્યા હતા. તેમજ ફરિયાદીના ગળામાંથી સોનાનો દોરો ઝુંટવી લૂંટ ચલાવી હતી. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાઠોડ પૃથ્વીસિંહ જીલુજી તથા રાઠોડ વેલસિંહ છત્રસિંહ શુક્રવારે રાત્રે 8 કલાકે ઘરે જઈ રહ્યા હતા.
 
કડીઃતલવાર અને છરી વડે હૂમલો કરી લૂંટ ચલાવી

અટલ સમાચાર,કડી

શુક્રવારે રાત્રીના સમયે નાની કડીમાં એકબીજાની મદદગારીથી પાંચ શખસોએ બે ઈસમોને તલવાર અને છરીના ઘા માર્યા હતા. તેમજ ફરિયાદીના ગળામાંથી સોનાનો દોરો ઝુંટવી લૂંટ ચલાવી હતી. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાઠોડ પૃથ્વીસિંહ જીલુજી તથા રાઠોડ વેલસિંહ છત્રસિંહ શુક્રવારે રાત્રે 8 કલાકે ઘરે જઈ રહ્યા હતા. જ્યાં કેટલાક ઈસમો ઝઘડો કરી રહ્યા હતા. જ્યાં ફરિયાદીઓ જતાં તેઓને મારવા આવ્યા હોવાનું માની પઠાણ દિલાવરખાન અકબરખાને તલવાર લઈ આવી રાઠોડ પૃથ્વીસિંહને એકાએક આવી માથામાં તલવાર મારી હતી. તેમજ આરોપી શાહરૂખખાન ઉર્ફે ઘઉ મહેબુબખા અને મલેક ઈદ્રીશખાન મહેબુબખાનનાઓએ પોતાની પાસે રહેલ તલવાર અને છરી વડે ફરિયાદી પર હૂમલો કરતાં હાથના જમણા પડખા તેમજ છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી.

બીજી તરફ વેલસિંહને પણ એક શખસે તલવાર મારી હતી. જેથી આ બન્ને ઈસમોને લોહી-લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગેરકાયદેસર મંડળી રચી આવેલા પાંચ ઈસમો સામે ફરિયાદ આપી હતી. જે મામલે પોલીસે ગેરકાયદેસર મંડળી, લૂંટ સહિતનો ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.