કડી: કૈયલમાં મેલડી માતા મંદીરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલ કૈયલ ગામે મેલડી માતાનું મંદીર આવેલુ છે. કૈયલ ગામે મેલડી માતાના નવિન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત દિવસોએ ઉજવવામાં આવ્યો હતો. કૈયલ મેલડી ધામના રમણ માડી ઘ્વારા સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. હાથી તેમજ ઘોડાની બગી ઘ્વારા માતાજીની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. આયોજકો ઘ્વારા મેલડી માતાના મંદીરે
Feb 23, 2019, 16:22 IST

અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલ કૈયલ ગામે મેલડી માતાનું મંદીર આવેલુ છે. કૈયલ ગામે મેલડી માતાના નવિન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત દિવસોએ ઉજવવામાં આવ્યો હતો. કૈયલ મેલડી ધામના રમણ માડી ઘ્વારા સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
હાથી તેમજ ઘોડાની બગી ઘ્વારા માતાજીની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. આયોજકો ઘ્વારા મેલડી માતાના મંદીરે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સાધુ સંતો તેમજ ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.