કડીઃ રૂ.21.53 કરોડના ખર્ચે તાલુકા સેવા સદન અને સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારમાં વિકાસના કામો થઇ રહ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક, માળખાકીય સાથે સામાજિક વિકાસની ભાવનાને પણ મહત્વ આપ્યું છે. કડી સેવા સદન અને આયુર્વેદ હોસ્પિટલ થકી તાલુકાની જનતાને સીધો ફાયદો
 
કડીઃ રૂ.21.53 કરોડના ખર્ચે તાલુકા સેવા સદન અને સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારમાં વિકાસના કામો થઇ રહ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક, માળખાકીય સાથે સામાજિક વિકાસની ભાવનાને પણ મહત્વ આપ્યું છે. કડી સેવા સદન અને આયુર્વેદ હોસ્પિટલ થકી તાલુકાની જનતાને સીધો ફાયદો મળનાર છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે કડી ઔધોગિક, સહકારી, રાજકીય, શૈક્ષણિક અને સેવા ક્ષેત્રે અગ્રેસર તાલુકો રહ્યો છે. કડીમાં અવિરત પણે સતત વિકાસના કામો થઇ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ કડી સેવા સદન માટે સરકારદ્વારા જમીન ફાળવણી માટે કડી તાલુકા વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મહેસાણા જિલ્લાએ વિવિધ યોજનાઓના અમલીકરણમાં અગ્રેસર રહેવા બદલ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને અભિનંદન પાઠવ્યા હતા.
કડીઃ રૂ.21.53 કરોડના ખર્ચે તાલુકા સેવા સદન અને સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ

કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગનું લક્ષ્ય તકનીકીના માધ્યમ થકી અરજદારોને સરળ અને સુલભ સેવા આપવાનો છે. રાજ્યમાં વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરિણામે નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘‘ડિજિટલ ઈન્ડિયા’’ અભિયાનને આગળ ધપાવવા, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગની કામગીરી સરળ, ઝડપી, સિટિઝન સેન્ટ્રિક બને તે હેતુસર અનેકવિધ નવા આયામો ખૂબ જ ટૂંકા ગાળામાં હાથ ધર્યા છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, મહેસુલમંત્રી કૌશિકભાઇ પટેલ સહિતના મહાનુંભાવોએ કડી નગરપાલિકા સંચાલિત ઓવરહેડ પાણી ટાંકી, પાઇપલાઇન અને શોપીંગ સેન્ટરનું ખાતમુર્હુત કર્યું હતું. આ ઉપરાંત કડી તાલુકાની પ્રજાજનની સુખાકારી માટે રૂ.16 કરોડ 11 લાખના ખર્ચે નિર્મિત તાલુકા સેવા સદન અને આરોગ્યની સુખાકારી માટે રૂ.5 કરોડ 42 લાખના ખર્ચે સરકારી આર્યુવેદ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે સામાજિક સુરક્ષા જળવાય તે હેતુથી સરકાર અનેક યોજનાઓમાં અમલમાં છે. કડી પ્રાન્તના સમાવિષ્ટ તાલુકાના 1153 વિધવા બહેનોને વિધવા સહાયના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 165 નિરાધાર વૃધ્ધ સહાય મળી કુલ 1318 લાભાર્થીઓને રૂ.15.65 લાખની સહાય આપવામાં આવી હતી. કડી તાલુકમાં અન્નબ્રહ્મ અને મા અન્નપુર્ણા યોજના અંતર્ગત પણ સહાય હુકમ એનાયત કરાયા હતા.

નાયબ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીના હસ્તે કરણનગર, વામજ, આદરજ અને થોળ ગામાના 7959 મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સરકારનો અભિગમ પ્રજાને પારદર્શક સેવાઓ આપવાનો છે. સેવાઓ સરળતાથી ઉપલ્બધ થાય તે માટે 100થી પણ વધુ સેવાઓનો લાભ જનસેવા કેન્દ્ર પર મળી રહ્યો છે.

કાર્યક્રમમાં સંસદસભ્ય શારદાબેન પટેલ, સંસદ સભ્ય (રાજ્યસભા) જુગલજી ઠાકોર, ધારાસભ્ય કરશનભાઇ સોલંકીમાર્ગ અને મકાન વિભાગનાસચિવ એ.બી.વસાવા, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, આયુષના નિયામક વૈધ ભાવના પટેલ, એ.પી.એમ.સી ના ચેરમેન વિનોદભાઇ પટેલ, કડી તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન પટેલ, કડી નગરપાલિકાના પ્રમુખ શારદાબેન પટેલ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કડી તાલુકના પ્રબુધ્ધ ઉપસ્થિત રહ્યા હતા.