આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા નગરપાલિકામાં એકસાથે અનેક લોકો દોડી આવતા વહીવટી અને સામાજીક ગરમાવો વધી ગયો છે. હકીકતે પાલિકા ઘ્વારા યોજના હેઠળના આવાસ લાભાર્થીઓને મળી શકયા નથી. એક ખાતામાં અનેક નામ હોવાથી વહીવટી ગુંચવણ ઉભી થઇ છે. લાભાર્થીઓએ પુરતા કાગળો રજૂ કર્યાની દલીલ કરતા પાલિકામાં ઘડીભર હોબાળા જેવું વાતાવરણ બન્યુ હતુ.

સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા પાલિકા નગરસેવકો સાથે લાભાર્થીઓથી ભરાઇ ગઇ હતી. શુક્રવારે પાલિકામાં કારોબારી બેઠક શરૂ થાય તે પહેલા વોર્ડ નંબર-1(ચીખલી)ના રહીશો દોડી ગયા હતા. જયાં પોતાના નગરસેવકને બેઠકમાં જતા રોકી આવાસ અપાવવા માંગ કરી હતી. જેથી ઘડીભર વાતાવરણ ગરમાતા મામલો તંગ બન્યો હતો. રજૂઆત માટે આવેલા લાભાર્થીઓને યોજના હેઠળના આવાસ નહી મળતા નારાજ બન્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્મા પાલિકાના પહેલા વોર્ડમાં ચીખલી પેટા પરાનો સમાવેશ થાય છે. જેમાં રહેતા વનવાસી પરિવારો આવાસ યોજના હેઠળ મકાન માટે છેલ્લા કેટલાક સમયથી મથી રહયા છે. યોજના હેઠળ પ્રથમ તબક્કામાં કુલ 105 પૈકી 72 મકાનો ચીખલીમા મંજૂર થયા હતા. જેને નગરપાલિકાએ ત્રીપક્ષિય કરાર ઘ્વારા મકાન બનાવી 3.50 લાખ પ્રમાણે સહાય ચુકવી હતી.

આ પછી નગરપાલિકા વિસ્તારમાં ફરી 300 મકાન મંજુર થયા છે. જેમાંથી 175 મકાન ચીખલી વિસ્તારમાં મંજુર થયા છે. જોકે, મકાન માટે કોઈ કાર્યવાહી ન થતી હોવાની દલીલ સાથે ચીખલીના નગરજનોમાં રોષ ફેલાયો છે. આથી ચિખલીના 100થી વધુ લોકોએ ખેડબ્રહ્મા નગરપાલિકા પહોંચી હલ્લાબોલ કર્યું હતું. સ્થાનિકોની દલીલ હતી કે, અગાઉના લાભાર્થીઓએ આપેલ ડોક્યુમેન્ટ પોતે આપેલા છતાં પાલિકા ચુક હોવાનું જણાવી રહી છે.

સમગ્ર બાબતે નોડલ ઓફિસર રાજુભાઇ જાનીના જણાવ્યા અનુસાર, આવાસ યોજનામાં લાભાર્થીએ પોતાની જમીનમાં જ મકાન બનાવવાનું હોય છે. જેનું એજન્સી ઘ્વારા જીઓ ટ્રેકિંગ કરવમાં આવે છે. રજૂઆતવાળા કેસોમાં ખાતું એક અને નામ અનેક હોવાથી જેતે લાભાર્થીએ પોતાની જમીન અલગ કરાવવી ફરજીયાત છે. એક ઉતારામાં 20 થી 25 નામો હોવાથી લાભ માટે પહેલા પોતાના હિસ્સા અલગ કરાવવા પડે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code