આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા મામલતદાર કચેરીના ડીઝાસ્ટર એકમને ચોમાસા ટાંણે ગ્રહણ થયુ હોવાના સવાલો ઉભા થયા છે. લેન્ડલાઇન ટેલીફોનનું બીલ બાકી હોઇ  બી.એસ.એન.એલ દ્વારા આઉટગોઇંગ સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. જેનાથી અગ્રણી ગણાતા તાલુકા ડીઝાસ્ટર વિભાગની લાલીયાવાડી સામે આવી છે.

ચોમાસાની સિઝનને લઇ આપાત્તકાલીન સમય માટે તાલુકા ડીઝાસ્ટરમાં એક જુનથી લેન્ડલાઇન નંબર 02775220001 શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ નંબરનું બીલ બાકી હોવાથી બી.એસ.એન.એલ દ્વારા આઉટગોઇંગ સ્થગિત કરી ઇન્ટરનેટ પણ બંધ કર્યુ છે.

સમગ્ર બાબતે બી.એસ.એન.એલના મયુરભાઇએ જણાવ્યુ હતુ કે, મે માસનું ટેલીફોન બીલ રૂપિયા 4,244 બાકી હોવાથી મામલતદાર કચેરીનું આઉટ ગોઇંગ તેમજ ઇન્ટરનેટ સુવિધા બંધ કરવામાં આવી છે. આ અંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટના હેમેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, આટલું બધું બીલ કેમ આવ્યુ તેની તપાસ કરાવવી પડશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્મા મામલતદારના ડીઝાસ્ટર એકમ અને બી.એસ.એન.એલ વચ્ચે બીલની રકમને લઇ ઉભી થયેલી વિસંગતતા તાલુકા માટે જોખમકારક સાબિત ન થાય તે જોવાની જવાબદારી તંત્રની બની છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code