લોકડાઉનઃ રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્ય સરકાર એક વટહુકમ લાવી છે જે મુજબ હવે ખેડૂતો ક્યાંય પણ પોતાની ખેતપેદાશો વેચી શકશે. જિલ્લા બહારની એપીએમસી કે ખાનગી બજારમાં તેઓ જણસ વેચી શકશે. વેપારીઓ પણ સીધી ખરીદી કરી શકશે. ભારતીય કિસાન સંધે પણ આ મામલે રજૂઆત કરી હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળશે. એપીએમસી બંધ હોવાથી ખેડૂતોને સીધો
 
લોકડાઉનઃ રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય સરકાર એક વટહુકમ લાવી છે જે મુજબ હવે ખેડૂતો ક્યાંય પણ પોતાની ખેતપેદાશો વેચી શકશે. જિલ્લા બહારની એપીએમસી કે ખાનગી બજારમાં તેઓ જણસ વેચી શકશે. વેપારીઓ પણ સીધી ખરીદી કરી શકશે. ભારતીય કિસાન સંધે પણ આ મામલે રજૂઆત કરી હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળશે. એપીએમસી બંધ હોવાથી ખેડૂતોને  સીધો લાભ મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડૂતોના આગેવાન સાગરભાઈ રબારીએ આ અંગે જણાવ્યું કે “પહેલી નજરે આ સારો નિર્ણય છે. 11મી ફેબ્રુઆરીએ રાજ્ય સરકારને પત્ર લખીને એપીએમસી એક્ટમાં સુધારા સૂચવ્યા હતાં. જૂના એક્ટમાં જોગવાઈ હતી કે જેની પાસે એપીએમસીનું લાઈસન્સ નથી તેવા વેપારીને ખેડૂત માલ વેચી શકે નહીં અને જો કોઈ વેપારી આવી રીતે ખરીદે તો ગુનો બનતો હતો. ખેડૂતો માટે આ સૌથી મોટી મર્યાદા હતી કે લાઈસન્સ વગરનો કોઈ વેપારી તેમનો માલ ખરીદી શકતો નહતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ સુધારો થવાથી, જે માગણી કરી હતી કે પ્રોસેસરો, એક્પોર્ટરો અને બીજા હોલસેલરો પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકે તે પ્રમાણેનો ફેરફાર થવો જોઈએ તે વાત આમા સ્વીકારવામાં આવી છે. આથી ખેડૂતો માટે હવે તેમના બજારમાં વ્યાપ વધ્યો છે. ખેડૂતોને જે અત્યારે ભાવ મળે છે, જે કન્ટ્રોલ માર્કેટ છે 10- 20 લાઈસન્સધારકો જ માલ ખરીદી શકતા હતાં એટલે એક પ્રકારે તેમની મોનોપોલી રહેતી હતી, આ મોનોપોલી થોડે અંશે હળવી થશે અને ખરીદી માટેની હરિફાઈ વધવાથી ખેડૂતોને સારા ભાવ મળે તેવી પૂરેપૂરી સંભાવના આમાં દેખાય છે.”