લૉકડાઉન: પ્રરપ્રાંતિય કામદારો માટે અમદાવાદથી ટ્રેન દોડાવવાની વિચારણા

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉન 2.0ને પૂર્ણ થવામાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજ્યમાં ફસાયેલા પોતાના લોકો માટે જે તે રાજ્ય સરકાર વ્યવસ્થા ગોઠવી રહી છે. ગુજરાત સરકારે પણ આ માટે 16 અધિકારીઓની નોડલ ઑફિસર તરીકે નિમણૂક કરી છે. જેઓ ગુજરાતમાંથી જે તે રાજ્યમાં લોકોને મોકલવા કે પરત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવશે.
 
લૉકડાઉન: પ્રરપ્રાંતિય કામદારો માટે અમદાવાદથી ટ્રેન દોડાવવાની વિચારણા

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉન 2.0ને પૂર્ણ થવામાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજ્યમાં ફસાયેલા પોતાના લોકો માટે જે તે રાજ્ય સરકાર વ્યવસ્થા ગોઠવી રહી છે. ગુજરાત સરકારે પણ આ માટે 16 અધિકારીઓની નોડલ ઑફિસર તરીકે નિમણૂક કરી છે. જેઓ ગુજરાતમાંથી જે તે રાજ્યમાં લોકોને મોકલવા કે પરત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવશે. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે રાજ્યમાંથી પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન મોકલવા માટે અમદાવાદમાંથી ટ્રેન પણ દોડાવવામાં આવી શકે છે. હાલ જે લોકો પોતાના વતન જવા માંગે છે તેમના રજીસ્ટ્રેશન નું કામ ચાલી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોઈ પણ પરપ્રાંતિય કામદાર પોતાના રાજ્યમાં પરત ફરવા માંગે છે તો તેણે આ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઑનલાઇન અને ઑફલાઇન એમ બંને રીતે કરી શકાય છે. શુક્રવારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે લોકો રજીસ્ટ્રેશન કરવા પહોંચી ગયા હતા. લોકો પાંચ કિલોમીટર ચાલીને પણ રજીસ્ટ્રેશન માટે ગયા હતા. તેમના કહેવા પ્રમાણે તેમને ઑનલાઇન પ્રક્રિયા કેવી રીતે કરવી તેની સમજ નથી. આ ઉપરાંત કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલા પેમ્ફલેટ ગુજરાતી ભાષામાં હોવાથી તેમને તકલીફ પડી રહી છે.

લૉકડાઉન: પ્રરપ્રાંતિય કામદારો માટે અમદાવાદથી ટ્રેન દોડાવવાની વિચારણા
અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો શુક્રવારે 61 હજારથી વધારે લોકોએ પોતાના વતન જવા માટે નોંધણી કરાવી છે. જેમાં 24 હજારથી વધારે ઉત્તર પ્રદેશના લોકોએ નોંધણી કરાવી છે. એટલે કે રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ જવા માટે સૌથી વધારે લોકોએ નોંધણી કરાવી છે. કલેક્ટર કચેરીના જણાવ્યા પ્રમાણે લોકો તાલુકા કક્ષાએ પણ નોંધણી કરાવી શકશે. આ માટે તેમણે એક ફોર્મ ભરવાનું રહેશે. આ ઉપરાંત જેમની પાસે પોતાના વાહનો છે તેઓ મામલતદારની મંજૂરી લઈને વાહન સાથે વતન જઈ શકશે.

અમદાવાદ કલેક્ટર કે.કે.નિરાલાના કહેવા પ્રમાણે અમદાવાદ જિલ્લામાંથી વતન જવા માટે 61 હજારથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સૌથી વધારે 24 હજાર લોકો ઉત્તર પ્રદેશના છે, તે બાદમાં મધ્ય પ્રદેશ અને બિહારના 10-10 હજાર લોકોએ નોંધણી કરાવી છે. સાંજ સુધી નોંધણીની પ્રક્રિયા પૂરી થયા બાદ આ લોકોને કેવી રીતે મોકલવા તેનું આયોજન કરવામાં આવશે. આ માટે ટ્રેન પણ દોડાવવામાં આવી શકે છે. કારણ કે ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય છે. આ ઉપરાંત નજીકના રાજ્ય માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી શકે છે.