આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દેશને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે લૉકડાઉનના ચોથા ચરણની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. ગુજરાત માં આજે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે અને તેનો અમલ મંગળવારથી કરવામાં આવશે. લૉકડાઉનનું ચોથું ચરણ 31 મેના રોજ ખતમ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ પણ કરશે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ મોદી આ દિવસે ‘મન કી બાત’ના માધ્યમથી કોરોના પર દેશની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધશે.  વડાપ્રધાનએ નમો એપ અને જીઓવી પર સૂચનો માંગ્યા છે. નોંધનીય છે કે આ દિવસે લૉકડાઉનનું ચોથા ચરણ  ખતમ થઈ રહ્યું છે. એવામાં પીએમ મોદીએ દેશના નાગરિકો પાસે ભવિષ્યની રણનીતિને લઈ સૂચનો પણ માંગ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ દેશને લઈ કોઈ નિર્ણય લેવાનો હોય છે તે સમયે દેશના  નાગરિકોના સૂચનો મંગાવે છે. જો તમે પણ ‘મન કી બાત’માં આપના સૂચનો આપવા માંગો છો તો 1800-11-7800
નંબર પર પોતાની વાત રજૂ કરી શકો છો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code