લોકડાઉન@ડીસા: કામ વગર બહાર નિકળ્યા, 9 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉન વિરુદ્ધ જતાં ઈસમો સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર કુલ 9 ઇસમ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ છે. કામ વગર બહાર નિકળ્યા હોઇ પૂછપરછ કરતાં આ ઈસમો સંતોષકારક ખુલાસો કરવામાં નિષ્ફળ ગયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
લોકડાઉન@ડીસા: કામ વગર બહાર નિકળ્યા, 9 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વિરુદ્ધ જતાં ઈસમો સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર કુલ 9 ઇસમ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ છે. કામ વગર બહાર નિકળ્યા હોઇ પૂછપરછ કરતાં આ ઈસમો સંતોષકારક ખુલાસો કરવામાં નિષ્ફળ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાની ડીસા શહેર દક્ષિણ પોલીસ ટીમના આજે રવિવારે પ્રેટ્રોલીંગમાંં હતા. આ દરમ્યાન ગણપતિ મંદિર પાસે સુનીલ નરેશભાઈ મોદી, જતીન નાગેન્દ્રભાઈ મોદી, હાર્દીક રમેશભાઈ મોદી અને સંજુભાઈ પુનમચંદ મોદી કામ વગર બહાર નિકળતા ઝબ્બે થયા હતા. તો વળી શુભમ પાર્ટી પ્લોટ પાસે રાહુલ હરેશભાઈ ખત્રી, પરેશ હરેશભાઈ ખત્રી અને મહેશ રમતુભાઈ ઓડ વાહન લઈ જાહેરમાં ફરતા હતા. જ્યારે રાજમંદીર ત્રણ રસ્તા નજીક જયંતી ધનાભાઈ પટેલ અને ચિરાગ અમરતભાઈ દેસાઈ પણ જાહેરમાં ફરતા નજરે ચડ્યા હતા. લોકડાઉનના ભંગ સંદર્ભે આ તમામની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં કુલ 9 ઈસમોએ કોરોના વાયરસના સામે થયેલા હુકમનો ઉલ્લંઘન કર્યો હતો. લોકડાઉન હુકમનો ભંગ કર્યો હોઇ ઇપીકોની કલમ 269,188,114 મુજબ અલગ અલગ કુલ ત્રણ ગુનાઓ દાખલ થયા છે. આ સાથે બિનજરૂરી ફરતા ઈસમોના કુલ 5 વાહનો પણ એમવી એક્ટની કલમ 207 મુજબ ડીટેઈન કરવામાં આવ્યા છે.