આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. લોકડાઉન જાહેર થયા બાદ પણ અહી કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. સૌથી વધુ કોરોનાનાં દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે ચાલુ લોકડાઉનમાં અમદાવાદમાં તમાકુનું સેવન કરતા લોકો માટે આ મહામારી એક બીજી મુસિબત લઇને આવી છે. લોકો પોતાના વ્યસનની આદતને ન છોડી શકતા કોઇને કોઇ જગ્યા શોધી રહ્યા છે કે જ્યાથી તેમને બીડી, સિગારેટ કે અન્ય તમાકુવાળી ચીજ-વસ્તુઓ મળી રહે. સુત્રોનાં જણાવ્યા મુજબ, લોકડાઉનનાં કારણે ગલ્લાઓ અને પાર્લર બંધ છે, જેના કારણે અમદાવાદનાં ખાનપુર વિસ્તારમાં આવેલા એક પાર્લરમાં ગઈ કાલે મોડી રાત્રે તાળા તોડીને લૂંટ કરાઈ હોવાનુ સામે આવી રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉનને લઇ જે લોકો તમાકુનું સેવન કરતા આવ્યા છે તેમના માટે કેવી રીતે બીડી, સિગારેટ કે મસાલા શોધવા તે જાણે રણ પ્રદેશમાં પાણી શોધવા બરાબર બન્યુ છે. ત્યારે મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં ખાનપુરમાં આવેલા એક પાર્લરનું તાળુ તોડી તેમાથી અલગ-અલગ બ્રાન્ડની સિગારેટ તેમજ મસાલા સહિતની અન્ય ચીજોની લૂંટ ચલાવવામાં આવી છે. આ પાર્લરમાંથી અંદાજે દોઢ લાખનાં મુદ્દામાલની લૂંટ મચાવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

દેશમાં હાલમાં લોકડાઉન ચાલુ છે. જેના કારણે તમાકુવાળી કોઇપણ વસ્તુઓ મળવી મુશ્કિલ બની છે. તેમ છતા બંધ બારણે અમદાવાદનાં ઘણા વિસ્તારોમાંથી પાન-મસાલા આજે પણ મળી રહેતા હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. લોકડાઉનનાં કારણે માલ-સામાનને પહોંચાડનારા ટ્રકનાં પૈડા પણ શાંત થયા છે, તેથી જે જુનો તમાકુનો માલ ગલ્લાઓ કે અન્ય લોકો પાસે પડ્યો છે તેઓ આ માલને ઉચા દરે વેચી રહ્યા છે અને સંકટનાં સમયમાં પણ મોટી કમાણી કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code