આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારીને કારણે દેશમાં લૉકડાઉનને આજે 32મો દિવસ છે. લૉકડાઉન 2.0 ત્રીજી મેના રોજ પૂર્ણ થશે. બીજી તરફ આજથી કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોંધાયેલી દુકાનો અમુક શરતો સાથે ખોલવાનો આદેશ કર્યો છે. નૉન હૉટસ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલી શકાશે, પરંતુ દુકાનમાં ફક્ત 50 ટકા જ સ્ટાફ કામ કરી શકે છે. આ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. જોકે, શૉપિંગ મૉલ્સ અને શૉપિંગ કૉમ્પલેક્સ હજુ નહીં ખુલે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશભરમાં કઈ કઈ દુકાનો ખુલશે અને કઈ સેવા બંધ રહેશે

1. દેશમાં તમામ રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં એવી દુકાનો જે શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત નોંધાયેલી હોય. આ દુકાનો શનિવારથી ખોલી શકાશે.
2. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે કેન્દ્ર સરકારે રહેણાક વિસ્તારો નજીક આવેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી આપી છે, જે નગરનિગમ અને નગરપાલિકાની સરહદ હેઠળ આવતી હોય.

3. નગરનિગમ અને નગરપાલિકા બહાર સ્થિત નોંધાયેલા માર્કેટ આજથી ખોલી શકાશે. જોકે, દુકાનોમાં ફક્ત 50 ટકા કર્મચારીથી કામ કરવું પડશે. તમામ લોકોએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

4. ગૃહમંત્રાલયના આદેશ પ્રમાણે, નૉન હૉટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. અહીં પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.
5. ગ્રામ્ય અને અર્ધ-ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ દુકાનો ગૃહમંત્રાલયે શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી છે.

6. શહેરી વિસ્તારમાં રહેણાક વિસ્તારો અને સ્ટેન્ડ અલોન દુકાનોમાં જીવનજરૂરી ન હોય તેવી વસ્તુઓ અને સેવા આજથી શરૂ કરી શકાશે.

7. ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારની દુકાનોમાં બિન-આવશ્યક વસ્તુઓ અને સેવાઓને આજથી શરૂ કરી શકાશે.

8. નગરનિગમ અને નાગરપાલિકાની હદમાં માર્કેટ કોમ્પ્લેક્સને પણ આજથી ખોલવાની મંજૂરી છે.

9. કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે આજથી આસપાસની તમામ નાની દુકાનોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code