લોકડાઉનઃ સવારના 6 વાગ્યાથી લોકો લાઈનમાં, ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાને કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે. ગુજરાતી કવિ ખલીલ ધનતેજવીનો શેર છે ‘અબ મૈં રાશન કી કતારો મેં નજર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હૂં’ આજે ગુજરાતમાં આવી જ કંઈક સ્થિતિ જોવા મળી રહી છે. લોકડાઉનને પગલે લોકોને આજથી રાજ્યમાં સવા ત્રણ કરોડ લોકોને રાશન વિતરણ શરૂ
 
લોકડાઉનઃ સવારના 6 વાગ્યાથી લોકો લાઈનમાં, ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાને કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે. ગુજરાતી કવિ ખલીલ ધનતેજવીનો શેર છે ‘અબ મૈં રાશન કી કતારો મેં નજર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હૂં’ આજે ગુજરાતમાં આવી જ કંઈક સ્થિતિ જોવા મળી રહી છે. લોકડાઉનને પગલે લોકોને આજથી રાજ્યમાં સવા ત્રણ કરોડ લોકોને રાશન વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના 66 લાખ રેશનકાર્ડ ધારક પરિવારોને મફતમાં અનાજ કીટ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન કોરોનાને ફેલાતો અટકાવવાના કારગર ઉપાય સેલ્ફ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે સસ્તા અનાજની દુકાનો પરલોકોએ ભારે ભીડ જમાવી છે. જેને કારણે કોરોના વધુ ફેલાય શકે છે. મોટાભાગના વિસ્તારોમાં સવારના 6 વાગ્યાથી લાઈનો લાગી હતી. જો કે ઘણી જગ્યાએ APL ધારકોને અનાજ ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આણંદ, ભાવનગર અને છોટા ઉદેપુર જેવા શહેરોમાં કુંડાળા કરીને લોકો અનાજ લેવા લાઈનમાં ઉભા છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યાં છે. તો વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાના બદલે ટોળે ટોળા એકઠાં થયા છે. રાજકોટમાં સસ્તા અનાજ વિતરણમાં લોકોનો હોબાળો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી લોકોના ટોળા એકઠાં થયાં