લોકડાઉનઃ પરપ્રાંતીય લોકો માટે આશરો બન્યું જાડેશ્વર પાલડીનું ચિલ્ડ્રન્સ હૉમ

અટલ સમાચાર, પાટણ લોકડાઉનના સમયમાં જો તમે તમામ સુવિધાઓ સાથે પોતાના જ ઘરે બેસીને કંટાળ્યા હોવ તો વિચારો જે પોતાના ઘર સુધી જ પહોંચી શક્યા નથી તેઓની મનોદશા કેવી હશે…? પાટણના જિલ્લા વહિવટી તંત્રએ ઘરથી દૂર છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં પરપ્રાંતીય શ્રમિક પરિવારો પ્રત્યે સંવેદના દાખવી તેમને આશ્રય અને ભોજનની સાથે સાથે મનોરંજનની સુવિધા
 
લોકડાઉનઃ પરપ્રાંતીય લોકો માટે આશરો બન્યું જાડેશ્વર પાલડીનું ચિલ્ડ્રન્સ હૉમ

અટલ સમાચાર, પાટણ

લોકડાઉનના સમયમાં જો તમે તમામ સુવિધાઓ સાથે પોતાના જ ઘરે બેસીને કંટાળ્યા હોવ તો વિચારો જે પોતાના ઘર સુધી જ પહોંચી શક્યા નથી તેઓની મનોદશા કેવી હશે…? પાટણના જિલ્લા વહિવટી તંત્રએ ઘરથી દૂર છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં પરપ્રાંતીય શ્રમિક પરિવારો પ્રત્યે સંવેદના દાખવી તેમને આશ્રય અને ભોજનની સાથે સાથે મનોરંજનની સુવિધા પૂરી પાડી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શૅલ્ટર હોમ ખાતે રહેલા જાંબુઆના વતની ગુંડિયા રામ ખીમલા કહે છે કે, લોકડાઉનના સમયમાં મજૂરી ન મળવાના કારણે આવક નહોતી અને બે ટંકના ભોજનની ચિંતા હતી. અમને અહીં શૅલ્ટર હૉમમાં રહેવાની સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી હાલ પુરતા અમે જીવનનિર્વાહ માટે નિશ્ચિંત છીએ. મહારાષ્ટ્રના વતની કિશન હાનોરે જણાવ્યું કે, બહાર જવાની મનાઈ છે ત્યારે શૅલ્ટર હોમમાં સમયપસાર કરી શકીએ તે માટે અમને પુસ્તકો આપવામાં આવ્યા છે. થોડો સમય કેરમ રમી અને થોડો સમય ટી.વી. જોઈને પસાર કરીએ છીએ. શરૂઆતમાં મને બંધક હોઈએ તેમ લાગતું હતું પણ હવે તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે તેથી હું વહિવટી તંત્રનો આભાર માનું છું.

જાડેશ્વર પાલડીના ચિલ્ડ્રન્સ હોમ ફૉર બોય્ઝમાં શરૂઆતમાં આશ્રિતોને રાખ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી
ડી.કે.પારેખ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આશ્રિતો નિરાશ ન થાય અને આનંદથી દિવસો પસાર કરે તે માટે માનવીય અભિગમ અપનાવી મનોરંજનના સાધનો આપવા તેમના દ્વારા સુચના આપવામાં આવી હતી. જેના પગલે ચિલ્ડ્રન્સ હોમના અધિક્ષક દ્વારા પુસ્તકો સહિતની વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી. વધુમાં અધિક્ષક દ્વારા આશ્રિતોને દિવસમાં એકવાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સમજ અને વૃક્ષજતન સહિતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.