તાળાબંધી@કાંકરેજ: શિક્ષકના સસ્પેન્ડ સામે વાલીઓમાં રોષ, શાળા કરી બંધ

અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ તાલુકાના ગામે પ્રાથમિક શાળાના શિક્ષકને અગાઉ સસ્પેન્ડ કર્યા બાદ સૌથી મોટો વળાંક આવ્યો છે. વહીવટી રીતે લીધેલ નિર્ણય સામે પણ વાલીઓએ નારાજ બની અજીબો-ગરીબ પરિસ્થિતિ આપી છે. શિક્ષકનું સસ્પેન્શન રદ્દ કરી શાળામાં પરત નિમણુંક આપવા માંગ કર્યા બાદ તાળાબંધી કરી છે. શનિવારે શાળા શિક્ષણ પુર્ણ થવા દરમ્યાન ગામલોકો દોડી આવી શરૂઆતમાં
 
તાળાબંધી@કાંકરેજ: શિક્ષકના સસ્પેન્ડ સામે વાલીઓમાં રોષ, શાળા કરી બંધ

અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના ગામે પ્રાથમિક શાળાના શિક્ષકને અગાઉ સસ્પેન્ડ કર્યા બાદ સૌથી મોટો વળાંક આવ્યો છે. વહીવટી રીતે લીધેલ નિર્ણય સામે પણ વાલીઓએ નારાજ બની અજીબો-ગરીબ પરિસ્થિતિ આપી છે. શિક્ષકનું સસ્પેન્શન રદ્દ કરી શાળામાં પરત નિમણુંક આપવા માંગ કર્યા બાદ તાળાબંધી કરી છે. શનિવારે શાળા શિક્ષણ પુર્ણ થવા દરમ્યાન ગામલોકો દોડી આવી શરૂઆતમાં ક્લાસરૂમને તાળા મારી દીધા હતા. આ પછી મોટી સંખ્યામાં ભેગા થઇ શાળાના મુખ્યદ્રારને તાળાબંધી કરતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાળાબંધી@કાંકરેજ: શિક્ષકના સસ્પેન્ડ સામે વાલીઓમાં રોષ, શાળા કરી બંધ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના માળીગોળીયા ગામની પ્રાથમિક શાળા શનિવારે ગંભીર રીતે ચર્ચામાં આવી છે. અગાઉ શાળામાં ફરજ બજાવતા શિક્ષકને અધિકારીઓએ વહીવટી ફરજના ભાગરૂપે સસ્પેન્ડ કર્યા હતા. જેની સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી શિક્ષકને પરત મુકવા ઉગ્ર માંગ કરી હતી. જોકે નિયમોનુસાર કાર્યવાહી હોઇ વાલીઓને સંતોષકારક પરિણામ નહિ મળતાં અચાનક રોષે ભરાઇ શાળાને તાળાબંધી કરી દીધી છે. જેના કારણો અને સંલગ્ન બાબતો સામે આવતા ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે.

તાળાબંધી@કાંકરેજ: શિક્ષકના સસ્પેન્ડ સામે વાલીઓમાં રોષ, શાળા કરી બંધ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગામલોકોએ જ્યાં સુધી શિક્ષકને પરત નિમણુંક નહિ મળે ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાનું એલાન કર્યુ છે. સમગ્ર બાબત તાલુકા અને જીલ્લા પ્રાથમિક શિક્ષણને ધ્યાને આવતા દોડધામ મચી ગઇ છે. જોકે શનિવારનું શિક્ષણકાર્ય પુર્ણ થતાં આગામી સોમવાર સુધી તાળાબંધી યથાવત રહે તેવી નોબત છે.

આવી સ્થિતિમાં સોમવારે શિક્ષણકાર્ય રાબેતા મુજબ રહેશે કે કેમ ? ગામલોકોની નારાજગી દૂર થઇ જશે ? વહીવટી કાર્યવાહી સામે ગામલોકોનો રોષ થંભી જશે ? આ તમામ સવાલો સૌથી વધુ શાળામાંથી ભવિષ્ય મેળવતાં બાળકો માટે અત્યંત મહત્વના બન્યા છે.