લોકડાઉનઃ ભાડા માટે દબાણ કરનારા મકાન માલિકોને થઈ શકે છે 2 વર્ષની જેલ

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનમાં ભાડા માટે દબાણ કરવું હવે મકાન માલિકો માટે મોંઘું સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, ભાડું ન મળતા મકાન ખાલી કરાવવાની ધમકી આપનારા મકાન માલિક સામે કાર્યાવાહી પણ થઈ શકે છે. કાર્યવાહી રૂપે મકાન માલિકને એક વર્ષની જેલ અને આર્થિક દંડ પણ થઈ શકે છે. આ દરમિયાન, મકાન માલિક દ્વારા
 
લોકડાઉનઃ ભાડા માટે દબાણ કરનારા મકાન માલિકોને થઈ શકે છે 2 વર્ષની જેલ

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનમાં ભાડા માટે દબાણ કરવું હવે મકાન માલિકો માટે મોંઘું સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, ભાડું ન મળતા મકાન ખાલી કરાવવાની ધમકી આપનારા મકાન માલિક સામે કાર્યાવાહી પણ થઈ શકે છે. કાર્યવાહી રૂપે મકાન માલિકને એક વર્ષની જેલ અને આર્થિક દંડ પણ થઈ શકે છે. આ દરમિયાન, મકાન માલિક દ્વારા ભાડૂઆતને કોઈ પણ પ્રકારની જાન માલની હાનિ થઈ તો મકાન માલિકની સજાની અવધિ એક વર્ષથી વધારીને બે વર્ષ પણ થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારના મુખ્ય સચિવ વિજય દેવ તરફથી જાહેર આ આદેશમાં દિલ્હીના મકાન માલિકોને કડક સૂચના આપવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોરોનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં દિલ્હીમાં ભાડું માંગવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી ચાલુ રહશે. દિલ્હી સરકાર દ્વારા આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાડું ન આપતા મકાન ખાલી કરાવવાની ધમકી આપનારા મકાન માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આદેશ મુજબ, ભાડૂઆતો પાસેથી ભાડું માંગવા કે ખાલી કરાવવાની ધમકી આપનારા મકાન માલિકો વિરુદ્ધ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કેસ નોંધવામાં આવશે. આ અધિનિયમ હેઠળ, ઉલ્લંઘન કરનારને બે વર્ષ સુધી જેલમાં મોકલવાની જોગવાઈ છે. આદેશમાં એવું પણ જણાવાયું છે કે દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો ભાડે રહે છે. તેમાં રોજનું કમાઈને ખાનારા મજૂરો અને બીજા લોકો પણ સામેલ છે.