આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ૨,૮૫,૦૮૧ રેશનકાર્ડ હેઠળ ૧૨,૭૮,૫૭૬ જેટલી વ્યક્તિઓ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહતદરે અનાજ કઠોળ, તેલ આપવાની શરૂઆત કરાઇ છે. મહેસાણા જિલ્લાની ૬૯૫ જેટલી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારમાંથી લાભાર્થીઓ વિનામૂલ્યે અનાજ મેળવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ૨,૭૨,૦૦૯ જેટલા રેશનકાર્ડ હેઠળ ૧૨,૨૬,૬૪૬ લોકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ તેમજ જીલ્લામાં ૧૩૦૭૨ જેટલા કુટુંબોને અંત્યોદય રેશનકાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં ૫૨,૧૧૨ જન સંખ્યા આવરી લેવાઇ છે.

મહેસાણા જિલ્લામા પ્રથમ દિવસથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર મારફતે ઘઉં, ચોખા, દાળ, ખાંડ તથા મીઠાના વિનામુલ્યે વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લોકડાઉનના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ દુકાનદારો મારફતે અનાજના વિતરણ માટે વર્તમાન પરીસ્થિતિને ધ્યાને લઇને વ્યાપક આયોજન કરવામં આવલે છે જેનો સંપુર્ણ ગ્રાહક ભંડારોમાં પણ પાલન થઇ રહ્યુ છે. જિલ્લામાં ત્રણ દિવસમાં વિતરણ પુર્ણ કરવામાં આવનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લાભાર્થીને આગોતરા ટોકન આપવા કે ફળીયા દીઠ વિતરણ થાય તેવું સુક્ષ્મકક્ષાનું આયોજન કરાયુ છે. વાજબી ભાવની દુકાન ખાતે ગરદી ન થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે, શાંતિથી સુચારૂ રૂપે વિતરણ થાય તે માટે મદદરૂપ થવાં તલાટી કમ મંત્રી ગ્રામસેવક/અન્ય સરકારી કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલ છે. તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સ્થાનિક ગ્રામ રક્ષક દળ/હોમગાર્ડ તથા પોલીસતંત્રની મદદ લેવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના ગ્રાહક ભંડારોમાં ભારત સરકારની “સોશ્યલ ડીસ્ટન્સ” અંગેની ગાઇડલાઇન મુજબ ૧ મીટરનું અંતર જળવાય તે માટે લાભાર્થીને ઉભા રહેવા માટે કુંડાળા કરવામાં આવેલ છે. જિલ્લામાંવિતરણ સમયે લાભાર્થીઓના હાથની સફાઇ માટે સેનીટાઇઝર/હેન્ડ વોશ/સાબુની વ્યવસ્થા વાજબી ભાવના દુકાનદાર દ્વારા કરવામાં આવશે અને લાભાર્થી તેનું પાલન કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામં દુકાનદારો ઓફલાઇન પ્રધ્ધતિથી અનાજનું વિતરણ કરી રહ્યા છે જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે.

આ ઉપરાંત ત્રણ દિવસ બાદ ગુજરાત સરકારે રેશનકાર્ડ કે અન્ય પુરાવા ધરાવતાં ન હોય તેવા અત્યંત ગરીબ,નિરાધાર ઘર અને કુટુંબ વિહોણા વ્યક્તિઓને અન્નબ્રહ્મ યોજના હેઠળ એપ્રિલ-૨૦૨૦ માટે વ્યક્તિદીઠ ૩.૫૦૦ કિ.ગ્રા ઘઉં, ૧.૫૦૦ કિ.ગ્રા ચોખા તથા ૧-૧-૧ કિ.ગ્રા દાળ, ખાંડ અને મીઠું આપવામાં આવશે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું વિતરણ તા.૧/૪/૨૦૨૦ થી તા.૩/૪/૨૦૨૦ સુધી પુર્ણ કરવામાં આવનાર છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code