આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મોડાસા

કોરોના વાયરસને લઇ ગુજરાતમાં અત્યાર સુધી ૬૯ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે મોડાસામાં મુસ્લિમ યુવા ગ્રુપ દ્રારા શ્રમિકો અને ગરીબોના ઘરે જઇ 1600થી વધુ કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે. જેમાં લોકડાઉન બાદ ગરીબ પરિવારને તકલીફ ના પડે તે માટે ગરીબ પરિવારના 15 દિવસ ચાલે તેટલું કરિયાણાની કીટ બનાવી વિતરણ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસામાં મુસ્લિમ યુવા ગ્રુપ દ્રારા લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને શ્રમિકોને ત્યાં કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે.રોજેરોજ કામ કરીને પરિવારનું ભરપોષણ કરતા શ્રમિકોને તેમજ સર્વધર્મના ગરીબ વર્ગોના પરિવાર માટે મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા 1600થી વધુ કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે. મુસ્લિમ સમાજના 250 થી વધુ સભ્યો દ્વારા ચાલતું યુવા ગ્રુપ મોડાસા દ્વારા ગરીબ તેમજ શ્રમિકો માટે 1600થી વધુ અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે.

મોડાસાના મુસ્લિમ યુવા ગ્રુપ દ્રારા 21 દિવસના લોકડાઉન બાદ ગરીબ પરિવારને કોઇ તકલીફ ન પડે તે માટે પરિવારને 15 દિવસ ચાલે તેટલું કરિયાણા કીટ તૈયાર કરી ઘરે-ઘરે વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જો જરૂર લાગશે તો ફરી પણ કરિયાણા કીટ તૈયાર કરવામાં આવશે તેવું યુવા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code