લોકડાઉનઃ ખેડૂતોને નવી મુસીબત, મજૂરોની અછતથી ખેત મજૂરો મોંઘા બન્યા

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં છેલ્લા એક મહિના ઉપરના સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન દરમિયાન ખેત પેદાશોની ચીજવસ્તુઓ હોય કે પછી જીવન જરૂરિયાતની કોઈ ચીજ વસ્તુ હોય તમામ જગ્યાએ ક્યાંકને ક્યાંક લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ખેડૂતોને પોતાનો તૈયાર કરેલ પાક એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઇ જવો હોય કે પછી
 
લોકડાઉનઃ ખેડૂતોને નવી મુસીબત, મજૂરોની અછતથી ખેત મજૂરો મોંઘા બન્યા

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં છેલ્લા એક મહિના ઉપરના સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન દરમિયાન ખેત પેદાશોની ચીજવસ્તુઓ હોય કે પછી જીવન જરૂરિયાતની કોઈ ચીજ વસ્તુ હોય તમામ જગ્યાએ ક્યાંકને ક્યાંક લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ખેડૂતોને પોતાનો તૈયાર કરેલ પાક એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઇ જવો હોય કે પછી એક રાજ્યની બીજા રાજ્યમાં લઇ જવો હોય લોકડાઉનને લઇને ખેડૂતોને સૌથી વધારેમાં વધારે મુસીબતનો સામનો કરવો પડ્યો છે. તમામ જગ્યાએ ખેડૂતો પોતાના પાકને ઝડપથી બજારમાં પહોંચે અને તેઓને બને એટલા ઝડપથી તેનું વળતર મળી રહે તે આશા રાખી ખેડૂત પાકનું વાવેતર કરતો હોય છે પરંતુ આ વખતે ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લોમાં અને સમગ્ર ગુજરાતમાં લોડાઉનની પરિસ્થિતિમાં મજૂરો પોતાના રાજ્યોમાં જતા રહ્યા હોવાથી ખેડૂત પોતે પોતાનો પાક નીકાળવા માટે અસમંજસની સ્થિતિમાં આવી ગયો છે. કેમકે જો પોતાના ગામમાંથી શહેરમાં રહેલ સ્થાનિક મજૂરો કે જેવો ખેત મજૂરીનો અનુભવ નથી ધરાવતા તેમ છતાં તેઓને વધારે નાણાં ચૂકવવા પડે છે અથવા તો પૈસાના વળતરની જગ્યાએ પાકના વાવેતરની સામે કેટલોક હિસ્સો આપવો પડતો હોય છે. જેથી ખેડૂતને સ્થાનિક મજૂરો મોંઘા પડી રહ્યા છે. લોકડાઉન પરિસ્થિતિમાં ખેડૂતો માટે મુખ્ય એવા આધાર સ્તંભ કહી શકાય તેવા મજૂરોન હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ બનતી જોવા મળી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હજુ પણ લોકડાઉન વધારે ખેંચાય તો ખેડૂતો માટે કેટલાય પ્રકારની મુસીબતો ઊભી થઈ શકે તેમ છે. જેને લઇને અત્યારે ખેડૂતો અસમંજણમાં છે કે તેને શું કરવું કયા પ્રકારનું વાવેતર કરવું તે તમામ પ્રકારના પ્રશ્નો અત્યારે હાલ ખેડૂતો માટે હાલ મહત્વના છે. હવે આવનાર સમયમાં ખેડૂતો માટે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે આવનારો સમય જ બતાવશે.