લોકડાઉનઃ મારથી બચવા આ મજૂરનો IDEA જોઈ પોલીસ ચોંકી

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. તેવામાં અત્યારે સૌથી વધુ કફોડી હાલત કારીગર મજૂરોની થઈ છે. પૈસા ન હોવાને કારણે જીવનનિર્વાહ માટે શું કરવું તેની ચિંતા છે. જોકે, ઘરની બહાર નીકળવાથી પોલીસના ડંડાનો માર સહન કરવો પડે એમ હોવાથી એક કારીગરે પોતાની મોટરસાયકલ ઉપર ઘરની બહાર નીકળવા માટેનું કારણ આપતું કાગળ
 
લોકડાઉનઃ મારથી બચવા આ મજૂરનો IDEA જોઈ પોલીસ ચોંકી

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. તેવામાં અત્યારે સૌથી વધુ કફોડી હાલત કારીગર મજૂરોની થઈ છે. પૈસા ન હોવાને કારણે જીવનનિર્વાહ માટે શું કરવું તેની ચિંતા છે. જોકે, ઘરની બહાર નીકળવાથી પોલીસના ડંડાનો માર સહન કરવો પડે એમ હોવાથી એક કારીગરે પોતાની મોટરસાયકલ ઉપર ઘરની બહાર નીકળવા માટેનું કારણ આપતું કાગળ ચોટાડવાનો નુસખો અજમાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસથી સમગ્ર દેશમાં લોકડાઉન 21 દિવસ સુધી કરી દેવામાં આવ્યુ છે. તેવામાં છેલ્લા દસ-બાર દિવસથી ઘરમાં પુરાયેલા એક કારીગરે પૈસા પુરા થઈ ગયા હોવાથી શેઠને ફોન કરીને પૈસા માંગ્યા હતા. જેમાં શેઠે ઘરે આવીને લઈ જવાનું કહેતાં આ કારીગરે પોતાની મોટરસાયકલ ઉપર શેઠ પાસે પૈસા લેવા માટે નીકળ્યો હોવાનું કારણ આપતું એક કાગળ ચોંટાડી દીધું હતું, કે જેથી રસ્તામાં પોલીસ પરેશાન નહીં કરે અને દંડો ઉગામતા પહેલાં જ રસ્તા પર નીકળવાના કારણ વિશે પોલીસ જાણી લેશે.

સુત્રો એ જણાવ્યુ હતુ કે, મોટરસાયકલ પર પૈસા લેવા માટે ઘરેથી નીકળેલા આ કારીગરની તરકીબ સફળ થઈ હતી અને તેને શેઠના ઘરેથી પૈસા મળી ગયા હતા. પોલીસે તાત્કાલિક પૈસા લઇ ઘરે પરત ફરવાનું કહ્યુ હોય તેવું જાણવા મળ્યુ હતું.