લૉકડાઉનઃ રીક્ષાને પરવાનગી નથી, આવા વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે, DGP

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યના પોલીસ વડાએ આજે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિતાર આપતા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉક઼ાઉન તોડશે તો કાર્યવાહી થશે. લૉકડાઉનમાં ટેક્સી કે રીક્ષાને પરવાનગી અપાઈ નથી અને જો આવા ધંધાદારી વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે. લોકો ભીડ એકઠી ન કરે
 
લૉકડાઉનઃ રીક્ષાને પરવાનગી નથી, આવા વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે, DGP

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના પોલીસ વડાએ આજે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિતાર આપતા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉક઼ાઉન તોડશે તો કાર્યવાહી થશે. લૉકડાઉનમાં ટેક્સી કે રીક્ષાને પરવાનગી અપાઈ નથી અને જો આવા ધંધાદારી વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે. લોકો ભીડ એકઠી ન કરે અને જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરવી. ગઈકાલે 10,488 વાહનો જપ્ત થયા છે. લૉકડાઉનમાં બીજી વાર વાહન પકડાશે તો કાર્યવાહી થશે. ઉપરાંત લોકો એ પણ ધ્યાનમાં રાખે આવશ્યક વસ્તુઓ લેવા માટે ખાનગી વાહનોને છૂટ છે. રીક્ષા કે ટેક્સી મળી આવશે તો જપ્ત થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગઈકાલે 100 નંબર પર આવેલા ફોનના આધારે 45 ગુના નોંધાયા છે જ્યારે ડ્રોનની મદદથી 363 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. બોટાદમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ છે. આ વાહન દૂધ વિતરણ માટે પાસ આપવામાં આવ્યો હતો. જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. ગઈકાલે 5770 વાહનો ગઈકાલે ડિટેન્શનમાંથી મુક્ત કર્યા છે.

સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 291 ગુનાઓ દાખલ કરી 504 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. અફવાઓને પણ પોલીસ આંતરી રહી છે. પોલીસે ડ્રોનથી ગઈકાલે 363 ગુના નોંધ્યા અત્યારસુધી 8910 ગુના દાખલ કરી 17768 લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા મોનટિરીંગ દ્વારા 22 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આવા 479 ગુનામાં અત્યારસુધી 979 લોકોની ધરપકડ થઈ છે.