લોકડાઉનઃ સરપંચે એમ્બ્યુલન્સનો ચોંકાવનારો ઉપયોગ કર્યો, 10 લોકો સામે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉન અને કલમ 144ની વચ્ચે પણ ગુજરાતીઓ અવનવા બહાના કરીને ઘરમાં રહેવાના બદલે કોરોના વાયરસના વાહક બની રહ્યા છે. જૂનાગઢમાં સરકારી વાહનોનો દુરુપયોગ સામે આવ્યો છે. ખુદ ગામના સરપંચે જ સુરતથી લોકોને એમ્બ્યુલન્સમાં બેસાડીને જૂનાગઢના ભેંસાણ લઈ આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
લોકડાઉનઃ સરપંચે એમ્બ્યુલન્સનો ચોંકાવનારો ઉપયોગ કર્યો, 10 લોકો સામે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉન અને કલમ 144ની વચ્ચે પણ ગુજરાતીઓ અવનવા બહાના કરીને ઘરમાં રહેવાના બદલે કોરોના વાયરસના વાહક બની રહ્યા છે. જૂનાગઢમાં સરકારી વાહનોનો દુરુપયોગ સામે આવ્યો છે. ખુદ ગામના સરપંચે જ સુરતથી લોકોને એમ્બ્યુલન્સમાં બેસાડીને જૂનાગઢના ભેંસાણ લઈ આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જૂનાગઢમાં એમ્બ્યુલન્સનો એક ખતરનાક ઉપયોગ સામે આવ્યો છે. જૂનાગઢના ભેંસાણમાં લોકડાઉનમાં પણ સુરતથી જૂનાગઢ માણસોની હેરાફેરી કરવામા આવી રહી છે. ગ્રામ પંચાયતની એમ્બ્યુલન્સનો ગેરકાયદે ઉપયોગ કરતા ફરિયાદ થઈ હતી. સુરતથી આવતા 9 વ્યક્તિને ગ્રામ પંચાયતની એમ્બ્યુલન્સમાં ભેંસાણ લઇ આવવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢના ભેંસાણના સરપંચ સહિત 10 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉન અને કલમ 144ના જાહેરનામા ભંગ કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.