આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ લોકોને મદદ કરી રહી છે. આવો જ એક કિસ્સો મહેસાણા જીલ્લામાંથી સામે આવ્યો છે. કટોસણ રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ ઝાલાને ગત દિવસોએ આફ્રીકા રહેતા પુત્રએ ભારતમાં રહેતા પોતાની માતાની મેડીસીન માટે સેવા માટે અગ્રેસર રહેતા કટોસણ રાજ પરિવારના ઈન્દ્રજિતસિહને જાણ કરી હતી. ભરોષા મુજબ તેઓ દિકરો બની દોડી આવી માતા અને બેન જે વિજાપુરમાં રહે છે તેમને દવા પહોંચાડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોકે આ દવા માત્ર અમદાવાદ સીવીલમાં જ મળતાં ઇન્દ્રજીતસિંહે લોકડાઉન વચ્ચે પણ મહેસાણા પોલીસના ડીવાયએસપી રાણાની મદદથી દવાઓ પહોંચાડી માનવતાનું ઉત્તર ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.મહેસાણા જીલ્લાના કટોસણના ઇન્દ્રજીતસિંહ ઝાલાને ગત દિવસોએ આફ્રીકાથી આવેલા એક ફોનથી હ્યદય દ્રવી ઉઠ્યું હતું. અને આ બાબતે મહેસાણા ઓએનજીસી SRP ગૃપ ડીવાયએસપી રાણા‌ સાહેબને વાત કરી મદદ મળી હતી.

વિજાપુરમાં રહેતા મહેન્દ્રસિંહના માતાની દવા અમદાવાદ સિવીલમાં ચાલી રહી છે. જોકે લોકડાઉનને કારણે અમદાવાદથી વિજાપુર ખાતે રૂબરૂ જઇ દવા પહોંચાડતા આફ્રીકા રહેતા પુત્રએ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી હોટસ્પોટ અમદાવાદમાં તેઓ શરૂઆતથી જ જરૂરીતમંદોની સેવા બજાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code