લોકડાઉનઃ વોટ્સએપ યૂઝર્સ હવે સ્ટેટસમાં 15 સેકન્ડનો વીડિયો મૂકી શકશે

અટલ સમાચાર, ડેસ્ક વોટસએપનું સ્ટેટસ ફીચરએ ભારતમાં ઉપયોગમાં લેવાનું સૌથી લોકપ્રિય ફીચર પૈકીનું એક છે. હવે આ કરોડોની પસંદનું ફીચર સ્ટેટસમાં મોટો ફેરફાર થયો છે. વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના સ્ટેટસમાં માત્ર 15 સેકન્ડનો વીડિયો જ મૂકી શકશે. જાણકારી માટે જણાવી દઈએ કે પ્હેલા વોટ્સએપ સ્ટેટસમાં 30 સેકન્ડનો વીડિયો મૂકી શકાતો હતો. માનવામાં આવી રહ્યું છે
 
લોકડાઉનઃ વોટ્સએપ યૂઝર્સ હવે સ્ટેટસમાં 15 સેકન્ડનો વીડિયો મૂકી શકશે

અટલ સમાચાર, ડેસ્ક

વોટસએપનું સ્ટેટસ ફીચરએ ભારતમાં ઉપયોગમાં લેવાનું સૌથી લોકપ્રિય ફીચર પૈકીનું એક છે. હવે આ કરોડોની પસંદનું ફીચર સ્ટેટસમાં મોટો ફેરફાર થયો છે. વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના સ્ટેટસમાં માત્ર 15 સેકન્ડનો વીડિયો જ મૂકી શકશે. જાણકારી માટે જણાવી દઈએ કે પ્હેલા વોટ્સએપ સ્ટેટસમાં 30 સેકન્ડનો વીડિયો મૂકી શકાતો હતો. માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે આ પગલું ઇન્ટરનેટ સર્વર પ્રભાર ઓછો કરવા માટે ઉઠાવ્યું છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનમાં ડેટાનો ઉપયોગ વધી ગયો છે અને સર્વર પર ભાર પડી રહ્યો છે. WABetainfoએ એ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે વોટ્સએપ સ્ટેટસમાં હવે 15 સેકન્ડથી લાંબા વીડિયો નહીં શેર કરી શકાય. તેનો ઉદ્દેશ્ય સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઓછો કરવાનો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફેસબુકની કંપની વોટ્સએપ પર ભારતીય યૂઝર્સ સ્ટેટસનો ઉપયોગ બાકી ફીચર્સથી વધુ કરે છે. રિપોર્ટ મુજબ, ભારતમાં વોટ્સએપના 400 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે.