આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોમાં લોકોની આવનજાવન મુદ્દે ખાસ દિશા નિર્દેશ ઇશ્યું કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રદેશોમાં ફસાયેલા લોકોને આવવા જવાની પરવાનગી નથી. તેમાં પ્રવાસી મજુર, વિદ્યાર્થી, ફસાયેલા તિર્થયાત્રી અને પર્યટકોનો સમાવેશ થાય છે. આ પરવાનગી તે લોકો માટે નથી જે પોતાનાં ઘરોમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. પોતાના કાર્યસ્થળ પર આવવા જવાની પરવાનગી અલગ બાબત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગૃહમંત્રાલયે કહ્યું કે, રાજ્યોમાં બસોમાં લોકોને લઇ જવા અથવા ટ્રેનનાં સંચાલનની જે પરવાનગી આપવામાં આવી છે, તેઓ પણ ફસાયેલા લોકો માટે છે. આ પરવાનગી તે લોકો માટે છે જે લોકડાઉનની પરવાનગી પહેલા પોતાના ઘરથી બહાર નિકળી ચુક્યા છે. જો કે પ્રતિબંધ લાગતા જ તેઓ પોતાનાં ઘર સુધી નહોતા પહોચી શક્યા. એવા લોકો હવે રાજ્યોનાં દિશા નિર્દેશમાં પોતાના ગંતવ્ય સુધીની યાત્રા કરી ચુક્યા છે. એવા કોઇ સમાચાર નથી આવ્યા જેમાં જોવાયું કે, લોકો દુર દુરનાં વિસ્તારમાં ફસાયેલા છે. તેઓ પોતાનાં ઘરોમાં પરત નહોતા ફરી શક્યા કારણ કે લોકડાઉનનાં પ્રતિબંધો તો છે જ સાથે બસમાં બેસાડવા માટેના માધ્યમો પણ બંધ છે. સરકાર હવે એવા લોકોને રાહત આપી રહી છે.

આમા એવા લોકોનો પણ સમાવેશ થાય છે. જે એક પ્રદેશથી બીજા પ્રદેશ તરફ નિકળી પડ્યા હતા પરંતુ ત્યાં બોર્ડર પાર કરતા જ પોલીસે પકડી લીધો અને આઇસોલેશન સેન્ટરમાં નાખી દેવામાં આવ્યો. આ કેન્દોરમાં લોકોનાં ખાવા પીવા જેવી વસ્તુઓનો બંદોબસ્ત છે પરંતુ ફરિયાદ રહે છે કે તેઓ લોકડાઉનના કારણે તેઓ પોતાના ઘરે પણ નથી જઇ શકતા. અનેક રાજ્યોમાં આવા લોકો ફસાયેલા છે જેને આ દિશાનિર્દેશોથી ફાયદો મળશે.

આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ પ્રદેશોનાં પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો (DGP) ને પત્ર લખીને નિર્દેશો આપ્યા કે, સુરક્ષાનાં બીજા સ્તરની તૈયારી કરવામાં આવે. આ ટીમમાં એવા પોલીસ કર્મચારીઓને રાખવા માટેની વાત કરવામાં આવી છે જે કોરોના સંક્રમણથી દુર હોય. ગૃહમંત્રાલયે નિર્દેશો આપ્યા કે, સુરક્ષાનાં બીજા સ્તરમાં હોમ ગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ, એનસીસી કેડેટ્સ, સ્કાઉટ તથા ગાઇડ અને સ્ટૂડેંટ પોલીસ કેડેટનો પણ સમાવેશ કરવામાં આવે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code