વાવમાં ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો, લાખો રૂપિયાનો વરસાદ

અટલ સમાચાર, બનાસકાંઠા વાવ તાલુકાના ખીમાણા-પાદર ગામે રવિવારના રોજ એકલીંગજી ગૌશાળાના લાભાર્થે વરવાડી યુવક મંડળ અને સમસ્ત ગ્રામજનોના સહીયારા પ્રવાસથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારોમાં દેવાયત ખાવડ અને ગીતાબેન રબારી, રણવીર ગઢવી અને દશરથદાન ગઢવીએ સંતવાણી અને લોક સાહિત્યની ભારે રમઝટ બોલાવી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
 
વાવમાં ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો, લાખો રૂપિયાનો વરસાદ

અટલ સમાચાર, બનાસકાંઠા

વાવ તાલુકાના ખીમાણા-પાદર ગામે રવિવારના રોજ એકલીંગજી ગૌશાળાના લાભાર્થે વરવાડી યુવક મંડળ અને સમસ્ત ગ્રામજનોના સહીયારા પ્રવાસથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારોમાં દેવાયત ખાવડ અને ગીતાબેન રબારી, રણવીર ગઢવી અને દશરથદાન ગઢવીએ સંતવાણી અને લોક સાહિત્યની ભારે રમઝટ બોલાવી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોકે ડાયરામાં ઉપસ્થિત દાનવીર અને દાતાઓ નોટોનો વરસાદ વરસાવી દીધો હતો. જેથી ગૌશાળાના લાભાર્થે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત થયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી અને બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલ, વાવ તાલુકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહીલ, સરપંચ આંબાજી ગોહીલ, ભરતસિંહ ગોહીલ, નટવરસિંહ ગોહીલ, રણજીતસિંહ ગોહીલ, જીતેન્દ્વસિંહ ગોહીલ, ધેંગાજી રાજપુત, દિનેશપુરી ગૌસ્વામી, ભુપતસિંહ ગોહીલ સહિત બહોળી સંખ્યામાં ગોહીલ બંધુઓ, શ્રોતાજનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.