આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

છેલ્લા કેટલાંક સમયથી પડતર માંગણીઓને લઇ રાજય સરકારને વારંવાર રજુઆતો છતાં સમાધાન નહિ આવતા આરઅનેટીસીપીના કર્મચારીઓ લાલઘુમ બન્યા છે. રાજયભરના તમામ કર્મચારીઓએ એક થઇ સરકારને ઉગ્ર રજુઆત કરી છે. આ સાથે જો ૧૦ માર્ચ સુધીમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલ માંગણીઓનો સ્વિકાર નહિ થાય તો તાળાબંધી અને કામબંધીની ચિમકી ઉચ્ચારી છે.

ટીબી કંટ્રોલમાં વર્ષોથી કરારબધ્ધ કર્મચારી તરીકે સેવા આપતા કર્મચારીઓને જીપીએસસી ઘ્વારા પરીક્ષા યોજી કાયમી કરવા, પગારવધારામાં રહેલ વિસંગતતા દૂર કરવી, એરિયર્સની રકમના તફાવતમાં થયેલ અન્યાયને દૂર કરવો,તમામ કર્મચારીના ઇપીએફની કપાત કરવી, ફરજ પરના સમય દરમ્યાન અકસ્માત થાય તો સવેતન રજા અને સહાય પુરી પાડવી, કરારની કેટલીક શરતો દૂર કરવી, સેવામુકિત સમયે યોગ્ય વળતર આપવુ, કાયદા અનુસાર સેવાનોંધપોથી નિભાવવી સહિતના મુદા સાથેની રજુઆત ઠેરની ઠેર રહી છે.

સમગ્ર મુદા સાથે અવાર-નવારની રજુઆતોનું સકારાત્મક પરિણામ નહી મળતા તમામ કર્મચારીઓ એક થઇ આંદોલન કરવાના મૂળમાં આવ્યા છે. આથી આગામી ૧૦ માર્ચ સુધીમાં જો સરકાર ઘ્વારા માંગણીઓનો સ્વિકાર કરવામાં નહી આવે તો વ્યુહાત્મક રીતે પેન-ડાઉન, તાળાબંધી, કામબંધી, સામુહિક રાજીનામા, કચેરી ઘેરાવ સહિતના ઉગ્ર કાર્યકમો ઘ્વારા રાજયવ્યાપી આંદોલનની શરૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે.

(આ સમાચાર માટે તમારા પ્રતિભાવો અમારા વોટસએપ નંબર : 7600783277 પર જણાવશો.)

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code