તાળાબંધી@કાંકરેજ: પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતાથી ગ્રામજનો ત્રાહીમામ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના થરા નજીક ઘાંઘોસવાસમાં અવારનવાર શિક્ષકોની ગેરહાજરીની ફરીયાદ આવી રહી છે. આ દરમ્યાન બે પૈકી એક શિક્ષક છેલ્લા કેટલાક દિવસથી રજા ઉપર હોઇ ધોરણ 1 થી 5 નું ભણતર એક શિક્ષકના માથે આવ્યુ છે. આથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી શાળાને તાળાબંધી કરતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે મામલો તાલુકા
 
તાળાબંધી@કાંકરેજ: પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતાથી ગ્રામજનો ત્રાહીમામ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના થરા નજીક ઘાંઘોસવાસમાં અવારનવાર શિક્ષકોની ગેરહાજરીની ફરીયાદ આવી રહી છે. આ દરમ્યાન બે પૈકી એક શિક્ષક છેલ્લા કેટલાક દિવસથી રજા ઉપર હોઇ ધોરણ 1 થી 5 નું ભણતર એક શિક્ષકના માથે આવ્યુ છે. આથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી શાળાને તાળાબંધી કરતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે મામલો તાલુકા પંચાયત સુધી પહોંચી ગયો છે.

તાળાબંધી@કાંકરેજ: પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતાથી ગ્રામજનો ત્રાહીમામ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા નજીક ઘાંઘોસવાસ પ્રાથમિક શાળામાં ઘોરણ 1 થી 5 નો અભ્યાસ સરેરાશ 40 થી 50 વિધાર્થીઓ કરે છે. આ માટે શિક્ષણ વિભાગથી બે શાળાનું મહેકમ મંજુર થયેલુ છે. જોકે, અવારનવાર એક શિક્ષકની ગેરહાજરી વચ્ચે શાળામાં શિક્ષણ ઉપર અસર થતી હોવાની ગામલોકોની ફરીયાદ છે. ચાલુ શાળાએ શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા હોવાથી અને વારંવાર રજા ઉપર જતાં વાલીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.

તાળાબંધી@કાંકરેજ: પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતાથી ગ્રામજનો ત્રાહીમામ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ચાર દિવસથી એક શિક્ષક ઘ્વારા આખી શાળા ચાલી રહી છે ત્યારે ગ્રામલોકોએ આક્રમક બની વિધાર્થીઓ અને એસએમસીના સભ્યો સાથે શાળાની તાળાબંધી કરી છે. ગામલોકોનો આક્ષેપ છે કે, શિક્ષકો અનિયમિત હોવા સાથે શાળાના ગેટ નજીક અવારનવાર મોબાઇલ ઉપર વાતો કરતા જોવા મળે છે. જેની નારાજગીના ભાગરૂપે તાળાબંધી કરતા પંથકના શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઇ છે.

શું કહે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ?

સમગ્ર મામલે કાંકરેજ-શિહોરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રકાશ વણકરે જણાવ્યુ હતુ કે, એક શિક્ષક રજા ઉપર હોઇ આગામી ચાર દિવસમાં પરત આવી જશે. ગામલોકોએ નારાજગીના કારણો કયારેય કચેરી સુધી જણાવ્યા નથી. શાળામાં માત્ર બે શિક્ષકોનું મહેકમ નકકી થયેલુ છે.