આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભા ચુંટણીને હવે થોડાક દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશના ગરીબ લોકોને ન્યાય અપાવવા જઈ રહી છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને વર્ષે રૂ. 72 હજાર આપશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “અમે તબક્કાવાર આ યોજનાને લાગૂ કરીશું. દેશના 25 કરોડ લોકોને આ યોજનાનો ફાયદો મળશે. દેશના ગરીબ લોકોને કોંગ્રેસ ન્યાય આપશે. આવું કરીને અમે હિન્દુસ્તાનમાંથી ગરીબીને હટાવી દઈશું. તેમણે જણાવ્યું હતુ કે, જો તમારો પગાર રૂ. 12 હજારથી ઓછો છે તો અમે તમોને રૂ. 12 હજાર સુધી પહોંચાડીશું. એટલે કે જે તમે રૂ. 4 હજારની કમાણી કરો છો તો સરકાર રૂ. 8 હજાર તમારા ખાતામાં નાખશે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આ યોજનાથી પાંચ કરોડ પરિવારને ફાયદો મળશે. આ યોજનાના પૈસા સીધા જ ખાતામાં જમા થશે. આ માટે તમામ ગણતરી પુરી કરી દેવામાં આવી છે. આખા વિશ્વમાં ક્યાંક આવી યોજના નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code