આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભા ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સોશિયલ મિડીયા પર પ્રચારની ઝડપ વધારી દીધી છે. વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા Facebook પર રાજકીય જાહેરાતોનો ડેટા જાહેર કર્યો છે. જેમાં બહાર આવ્યું છે કે Facebook જાહેરાતો પર કરવામાં આવેલા ખર્ચમાં સૌથી આગળ BJP છે. બીજા નંબર પર સ્થાનિક પક્ષો બાદ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો છે.

Facebook પર જાહેરાતો માટે BJP અને તેની સહયોગી પાર્ટીઓએ 2.37 કરોડ રૂપિયાનો ખર્ચ ફેબ્રુઆરી મહિનામાં કર્યો છે. BJPએ ‘ભારત કે મન કી બાત’ પેજની મદદથી જાહેરાતો ચલાવી છે જેના માટે Facebookને 1.1 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. એક બીજા પેજ ‘નેશન વિથ નમો’ માટે ભાજપે 60 લાખ કરતા વધારે રકમનો Facebook એડ માટે ઉપયોગ કર્યો છે. મહત્વનું છે કે, કોંગ્રેસે Facebook જાહેરાત માટે માત્ર 10.6 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

BJPના જયંત સિન્હા, અમિત શાહ, મુરલીધર રાવ, નરેન્દ્ર ખિચરે 2થી 3 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ફેબ્રુઆરીમાં 2 Facebook એડ પર દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. Facebook દ્વારા જે ડેટા આપવામાં આવ્યો છે તે મુજબ, MyGov જેવી સરકારી વિભાગ અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનોએ 35 લાખ રૂપિયા કરતા પણ વધારે રકમ જાહેરાત પર ખર્ચ કરી છે. કંપનીએ Ad Archive Report હેઠળ આ ડેટા સાર્વજનિક કર્યા છે. Facebookના પોલિટીકલ એડ પોર્ટલ પર 7 વર્ષ સુધી તમામ ભારતીય રાજકારણને લગતી જાહેરાતો બતાવવામાં આવશે. ઓક્ટોબર 2018ના આંકડાઓ અનુસાર, ભારતમાં Facebookના લગભગ 30 કરોડ યુઝર્સ છે.

20 Sep 2020, 5:29 AM (GMT)

COVID-19 Global Stats

30,987,709 Total Cases
961,403 Death Cases
22,587,048 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code